Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સિવિલ સેવાઓની મહત્તમ વય મર્યાદા ૩૮ વર્ષ કરાઈ

સરકારી નોકરી વાંચ્છુઓ માટે સારા સમાચાર : સહાયતા પ્રાપ્ત કોલેજોની પાત્ર મહિલા કર્મચારીઓ માટે મેટરનીટી લિવ ૯૦ દિવસથી વધારીને ૧૮૦ દિવસ

ભુવનેશ્વર, તા.૧૧ : સરકારી નોકરીની ઈચ્છા રાખનાર માટે ખુશખબરી છે. સરકારે સિવિલ સેવાઓ માટે ઉપરી આયુ સીમા ૩૨ વર્ષથી વધારીને ૩૮ વર્ષ કરી દીધી છે. રાજ્ય સરકારે સરકારી નોકરીઓ માટે વય મર્યાદાને હાજર ૩૨થી ૬ વર્ષ વધારીને ૩૮ કરવાનો નિર્ણય કરાયો છે. સાથે જ સહાયતા પ્રાપ્ત કોલેજોની પાત્ર મહિલા કર્મચારીઓ માટે માતૃત્વ અવકાશને ૯૦ દિવસથી વધારીને ૧૮૦ દિવસ કરી દેવાઈ છે.

મુખ્યમંત્રી નવીન પટનાયકની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવાયા છે. કેબિનેટે રાજ્ય સિવિલ સેવાઓ માટે વય મર્યાદા ૩૨ વર્ષથી વધારીને ૩૮ વર્ષ કરી દેવાઈ છે. ત્યાં રાજ્ય સરકારે સરકારી નોકરીઓ માટે વય મર્યાદાને ૩૨થી ૬ વર્ષ વધારીને ૩૮ કરી દેવાયા છે. સુરેશ ચંદ્ર મહામાત્ર અનુસાર, પુરુષ ઉમેદવાર માટે વય મર્યાદા ત્રણ વર્ષ વધારી દેવાઈ છે જ્યારે મહિલા ઉમેદવાર માટે વય મર્યાદા પાંચ વર્ષ વધારી દેવાઈ છે. સંશોધિત વય મર્યાદા ૨૦૨૧માં શરૂ કરી દેવાઈ અને ૨૦૨૨ અને ૨૦૨૩ માં કરનારી ભરતી પ્રક્રિયા માટે લાગુ થશે. આનાથી સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓને શ્રેષ્ઠ અવસર મળશે.

આ પ્રસ્તાવની મંજૂરી બાદ મુખ્ય સચિવ સુરેશ ચંદ્ર મહાપાત્રે કહ્યુ, સરકારે સિવિલ સેવા સુધી પહોંચ માટે વય મર્યાદાને ૩૨થી ૩૮ વર્ષ માટે ત્રણ વર્ષ માટે ૨૦૨૩ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય તે યુવાઓને સક્ષમ કરવા માટે કરવામાં આવ્યુ હતુ જે કોવિડની સ્થિતિના કારણે ભરતી પરીક્ષામાં હાજર થઈ શક્યા નહીં અને છેલ્લા બે વર્ષોમાં તેમની ભરતી પૂરી થઈ ગઈ.

(7:52 pm IST)