Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મુંબઈમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ ઘટ્યા : 24 કલાકમાં 11.647 કેસ નોંધાયા : 2 લોકોના મોત

મુંબઈમાં 14 હજાર 980 લોકો કોરોનાથી સાજા થયા : સાજા થનારા લોકોની સંખ્યા નવા કેસ કરતા વધુ

મુંબઈમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે.મુંબઈમાં 11 હજાર 647 નવા કોરોના કેસ નોંધાયા છે. એટલે કે સોમવારની સરખામણીએ મંગળવારે લગભગ બે હજાર ઓછા કેસ નોંધાયા છે. આ સિવાય મુંબઈમાં 14 હજાર 980 લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે સાજા થનારા લોકોની સંખ્યા નવા કેસ કરતા વધુ છે. આ મોટી રાહતની વાત છે. દરમિયાન મંગળવારે મુંબઈમાં કોરોનાથી 2 લોકોના દુઃખદ મોત થયા છે. સોમવારે 5 લોકોના મોત થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે ભારત રત્ન લતા મંગેશકર પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ મુંબઈમાં હાલમાં રિકવરી રેટ 87 ટકા છે. છેલ્લા 24 કલાકમાં બે લોકોના મોતનો આંકડો ઉમેરીને અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુઆંક 16 હજાર 413 થઈ ગયો છે

હાલમાં મુંબઈમાં 1 લાખ 523 કોરોનાના સક્રિય કેસ છે. મંગળવારે કુલ 62 હજાર 97 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ રીતે મુંબઈમાં અત્યાર સુધીમાં 1 કરોડ 43 લાખ 25 હજાર 144 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં મુંબઈમાં કોર્ના કેસની સંખ્યા બમણી થવાનો સમયગાળો 36 દિવસનો થઈ ગયો છે.

(10:07 pm IST)