Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વિશ્વમાં નવા વેરિયન્ટનો ખતરો : થાઈલેન્ડમાં આફ્રિકન સ્વાઈન ફીવરની એન્ટ્રી : કોરોના કરતા બમણો ઘાતક

કતલખાનામાંથી લેવામાં આવેલા માંસના સેમ્પલની તપાસ બાદ તેની સત્તાવાર પુષ્ટિ: દેશમાં હજારો ભૂંડોને મારી નાખવાનો આદેશ

નવી દિલ્હી :કોરોના સામે ઝઝુમી રહેલી દુનિયામાં હવે અગાઉના ઘાતક આફ્રિકન સ્વાઈન  ફીવરે દેખા દેતા સ્વાસ્થ્ય અધિકારીઓની ચિંતા વધી છે. એક સમયે દુનિયામાં તબાહી મચાવનાર આફ્રિકન સ્વાઈન  ફીવરનો પહેલો કેસ થાઈલેન્ડમાં નોંધાયો છે. થાઈલેન્ડમાં કતલખાનામાંથી લેવામાં આવેલા માંસના સેમ્પલની તપાસ બાદ તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી. નાખોન પેથન પ્રાંત સ્થઇત કતલખાનામાંથી સ્વેબ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી જેમાં આ વાયરસની પુષ્ટિ થઈ હતી.

પશુપાલન વિભાગના ડિરેક્ટર સોરાવિસ થાનેટોએ જણાવ્યું કે 309 સેમ્પલમાંથી એક સેમ્પલમાં આફ્રિકન સ્વાઈન ફીવરની પુષ્ટિ થઈ છે તેમાં 10 ફાર્મ હાઉસના ભૂંડના બ્લડ સેમ્પલ અને કતલખાનાના 2 સ્વેબ સેમ્પલ પણ સામેલ છે. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકો આ બીમારીના સોર્સની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બે દિવસ પહેલા થાઈલેન્ડમાં એક મૃત પાલતુ ભૂંડમાં પણ આ બીમારી જોવા મળી હતી. આ બીમારી મળી આવતા દેશમાં હજારો ભૂંડોને મારી નાખવાનો આદેશ આવ્યો છે. 

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ભૂંડનો આ વાયરસ અતિ ઘાતક અને ચેપી છે તેના અટકાવ માટે વેળાસર પગલાં ભરવાની જરુર છે. તે ભૂંડમાંથી માણસમાં ફેલાતા વાર નહીં લાગે. આફ્રિકન ફીવર કોરોના કરતા પણ બમણો ઘાતક હોવાનું જણાવાય છે. 

(10:41 pm IST)