Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

યુવાઓને તક : FCIમાં કુલ 4,710 જગ્યાઓની ભરતી: 8મું, 10મું અને ગ્રેજ્યુટ પાસ યુવાનો કરી શકે છે અરજી

અરજી કરવા માટે ઉમેદવારો FCIની સત્તાવાર વેબસાઇટ fci.gov.in પર જઈને અરજી કરી શકે

નવી દિલ્હી : સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) એ બમ્પર ખાલી ભરતી કાઢી છે. નોટિફિકેશન મુજબ II, III અને IV કેટેગરીના પદ માટે કુલ 4,710 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જો કે આ પોસ્ટ્સ માટે અરજીની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. અરજી પ્રક્રિયા શરૂ થતાંની સાથે જ ઓનલાઈન અરજી માટેની લિંક સત્તાવાર વેબસાઈટ પર એક્ટિવ થઈ જશે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારો FCIની સત્તાવાર વેબસાઇટ fci.gov.in પર જઈને અરજી કરી શકે છે.

નોટિફિખેશન મુજબ કેટેગરી II- 35 પદ પર વેકેન્સી બહાર પાડી છે. જ્યારે કેટેગરી III- 2521 પદ પર ભરતી કાઢવામાં આવી છે. જેમાં કેટેગરી IV (વોચમેન) 2154 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.

આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત 8મું/10મું પાસ/સ્નાતક હોવી જોઈએ. વધુ શૈક્ષણિક માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ fci.gov.in પર જઈને તપાસ કરી શકો છો. અરજીની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી.

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ફિઝિકલ એન્ડ્યૂરન્સ ટેસ્ટ અને ડોક્યૂમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. ઉમેદવારોને સમય સમય પર સત્તાવાર વેબસાઇટ તપાસવાની સલાહ આપવામાં આવે છે

(9:44 pm IST)