Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

આદિવાસી ગીતની ધૂન પર ચંદ્રિકાબેન બારીઆએ સ્ટેજ પર આવીને રાહુલ ગાંધી સાથે નાચી ઉઠ્યાં

કાર્યક્રમના અંતે આદિવાસી ધૂનવાળું “કોંગ્રેસ પાર્ટી રે કોંગેસ પાર્ટી…” ગીત વગાડાયુ જ્યાં ગીતાના તાલે સ્ટેજ પર હાજર લોકો ઝૂમી ઊઠ્યા

 

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’ને તેમના દ્વારા કરાયેલા સંબોધન બાદ કાર્યક્રમના અંતે આદિવાસી ધૂનવાળું “કોંગ્રેસ પાર્ટી રે કોંગેસ પાર્ટી…” ગીત વગાડવામાં આવ્યું હતું, જ્યાં ગીતના તાલે સ્ટેજ પર હાજર લોકો ઝૂમી ઊઠ્યા હતા. એમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆએ સ્ટેજ પર આવીને રાહુલ ગાંધી સાથે ડાન્સ કર્યો હતો. રાહુલ ગાંધી પણ તેમની સાથે હાથ ઊંચા કરી ગીતના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા.

આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’ને સંબોધન કરવા દાહોદ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ચાંદીનો કંદોરો, કડું તેમજ તીર-કામઠું આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપની દેશના બે ભાગ કરવાની નીતિથી લઇને આગામી સમયમાં તેમની સરકારમાં આદિવાસીઓને મળનારા મહત્ત્વ જેવા વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી.

દાહોદમાં યોજાનારું આદિવાસી સંમેલન કરી રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બપોરે 2 વાગ્યે બેઠક કરી હતી. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ આદિવાસી વિસ્તારના તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજી હતી અને સ્થાનિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી.

(9:45 pm IST)