Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કેરળમાં સગીર પુત્રી સાથે વારંવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવનાર પિતાને 106 વર્ષની સજા

કેરળની વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટનો ચુકાદો: 2015 થી પિતા સગીર પુત્રી સાથે કરતો હતો રેપ: 2017માં ગર્ભવતી થતા મામલો સામે આવ્યો: કોર્ટે આરોપીને 17 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો

  • કેરળની એક કોર્ટે પોતાની સગી પુત્રી પર રેપના આરોપી પિતાને  સૌથી વધારે વર્ષની જેલની સજા કરીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.  થીરુવનંતપુરમની  ફાસ્ટ ટ્રેક કોર્ટે પોતાની સગીર પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજારવા બદલ પોક્સો એક્ટ હેઠળ એક વ્યક્તિને 106 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે  પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (પોક્સો) હેઠળ આરોપી પિતાને દોષી ઠેરવીની આકરી સજા કરી હતી. 
  • એડિશનલ સેશન્સ જજ ઉદયકુમારે સગીર વયની યુવતીને વારંવાર બળાત્કાર, ગર્ભવતી બનાવવા, 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર ગુજારવા અને વાલી કે સંબંધી દ્વારા બળાત્કાર ગુજારવાના જુદા જુદા ગુનામાં 25-25 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે કહ્યું કે સજા એક સાથે જ ચાલશે અને દોષી 25 વર્ષની જેલની સજા ભોગવશે.

    રાજ્ય તરફથી હાજર રહેલા વિશેષ સરકારી વકીલ અજિત થનકૈયાએ જણાવ્યું હતું કે આ ઘટના 2017 માં પ્રકાશમાં આવી હતી જ્યારે સગીરા ગર્ભવતી બની હતી. શરૂઆતમાં, તેની માતા અને પોલીસે તેને પૂછ્યું હોવા છતાં તેણે ગુનેગાર કોણ છે તે જાહેર કર્યું ન હતું. વર્ષ 2017માં ધરપકડ કરાયેલા પિતાને બાદમાં ચાઇલ્ડ વેલ્ફેર સેન્ટર (સીડબ્લ્યુસી)માં કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવ્યા હતા અને તેમણે ખુલાસો કર્યો હતો કે, તેમના પિતા જ છેલ્લા બે વર્ષથી તેમના પર બળાત્કાર ગુજારી રહ્યા હતા. તેના પિતાની 2017માં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પીડિતાના બાળકને સીડબ્લ્યુસી દ્વારા દત્તક લેવા માટે મૂકવામાં આવ્યું હતું.

     

    સગીરાએ સીડબલ્યુસી અધિકારીઓને કહ્યું હતું કે તેના પિતા રબ્બર બનાવવાનું કામ કરે છે, તે મારી સાથે 2015થી રેપ કરતા રહ્યાં હતા અને 2017માં હું ગર્ભવતી બની હતી. પિતાએ મને ચૂપ રહેવાનું કહ્યું હતું. તેમણે મને કહ્યું હતું કે જો તે મોં ખોલશે તો પોલીસ તેમને બન્નેને પકડીને લઈ જશે. આવી બીકે સગીરા ચૂપ રહી હતી પરંતુ 2017મા બાળકનો જન્મ થતા પિતાનો ભાંડો ફૂટ્યો હતો. 

   
 
   
(11:34 pm IST)