Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

અર્જુન તેંડુલકર બન્યો ‘માસ્ટરશેફ’, મુંબઈ ઈન્ડિયન્સના સાથી ખેલાડીએ ઇન્ટ્રાગ્રામમાં શેયર કરી રસોઈની તસ્વીર

ધવન કુલકર્ણીએ તેના કેપ્શનમાં લખ્યું, ‘માસ્ટરશેફ’. ડેવાલ્ડ બ્રેવિસે અર્જુન તેંડુલકર સાથે કુકિંગ પણ કર્યું છે.

મુંબઈ ઈન્ડિયન્સના (MI) ખેલાડીએ ઈન્સ્ટાગ્રામ પર તેની સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન રસોઈ બનાવતો જોવા મળે છે. ફોટોમાં જોઈ શકાય છે કે અર્જુન ચિકનને શેકી રહ્યો છે.

આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ઘણા ખેલાડીઓએ ખાસ પ્રદર્શન કર્યું નથી. જેના કારણે મુંબઈએ અત્યાર સુધી 11માંથી માત્ર 2 મેચ જીતી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છેલ્લા સ્થાને છે. આ દરમિયાન ટીમના ખેલાડીઓ સતત મસ્તી કરી રહ્યા છે. આ દરમિયાન અર્જુન તેંડુલકરનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં તે રસોઈ બનાવતો જોવા મળી રહ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી ધવન કુલકર્ણીએ ઈન્સ્ટાગ્રામ પર તેની સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર રસોઈ બનાવતો જોવા મળી રહ્યો છે. ફોટોમાં જોઈ શકાય છે કે અર્જુન તેંડુલકર ચિકનને શેકી રહ્યો છે. ધવન કુલકર્ણીએ તેના કેપ્શનમાં લખ્યું, ‘માસ્ટરશેફ’. ડેવાલ્ડ બ્રેવિસે અર્જુન તેંડુલકર સાથે કુકિંગ પણ કર્યું છે. અર્જુન તેંડુલકરની વાત કરીએ તો તેને આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. જો કે આવી અટકળો ઘણી વખત કરવામાં આવી હતી કે અર્જુનને આ સિઝનમાં ડેબ્યુ કરવાની તક મળશે. પરંતુ તેને પ્લેઈંગ 11માં તક મળી ન હતી. જ્યારે દેવાલ્ડ કેટલીક મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહ્યો છે.

હાલમાં જ મુંબઈ ઈન્ડિયન્સના કોચ મહેલા જયવર્દનેએ પણ અર્જુન તેંડુલકરના રમવા પર નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘અમારી ટીમમાં દરેક ખેલાડી એક વિકલ્પ છે. અમે જોઈશું કે શું થઈ શકે છે. અમારી પ્રાથમિકતા યોગ્ય ટીમ કોમ્બિનેશનની છે. જેથી અમે સુનિશ્ચિત કરી શકીએ કે અમે કેવી રીતે મેચ જીતીએ છીએ. અમે સિઝનની બાકીની સતત મેચો જીતવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જેથી અમે ગુમાવેલ વિશ્વાસ પાછો મેળવી શકીએ. શ્રેષ્ઠ ખેલાડીઓને પ્રથમ તક આપવાની પ્રાથમિકતા છે. જો અર્જુન તેમાંથી એક છે તો અમે તેને પણ તક આપીશું. તે બધા સંયોજન પર આધાર રાખે છે.

(12:13 am IST)