Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

પત્ની દ્વારા જાતીય સંબંધનો ઇનકાર કરવાથી 66 ટકા પુરુષોને કોઈ સમસ્યા નથી :સર્વેમાં તારણ

82 ટકા મહિલાઓએ કહયું કે જો તેની ઇચ્છા ના હોયતો તે પતિને સેકસ માટે ના પાડી શકે

નવી દિલ્હી :રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વક્ષણ (એનએફએચએસ)ના એક સર્વમાં નવો પ્રશ્ન જોડવામાં આવ્યો હતો જેમાં પુછવામાં આવ્યું હતું કે પત્ની પતિને સેકસ માટે ના પાડી શકે છે ?  આ સવાલના જે જવાબ મળ્યો છે તે ખૂબજ રસપ્રદ છે. આ પ્રશ્નમાં 3 ઓપ્શન રાખવામાં આવ્યા હતા જેમાં (1) પતિને કોઇ જાતિય રોગ હોય, (2) બીજી મહિલા સાથે શારીરિક સંબંધો હોય, ત્રીજું કે થાકી ગયેલી હોય (3) મૂડ ના હોય આવા કિસ્સામાં જેમાં 82 ટકા મહિલાઓએ કહયું કે જો તેની ઇચ્છા ના હોયતો તે પતિને સેકસ માટે ના પાડી શકે છે એમ જણાવ્યું હતું.

   જો કે આ જવાબ બાબતે બધા રાજયોમાં એક સરખી સ્થિતિ જોવા મળી ન હતી. જેમ કે ગોવામાં સૌથી 92 ટકા જયારે અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછો 63 ટકા પ્રતિભાવ મળ્યો હતો. એવી જ રીતે 66 ટકા પુરુષો માને છે કે કોઇ પણ કારણોસર પત્ની જાતિય સંબંધ માટે ના પાડી શકે છે જયારે માત્ર 19 ટકા પુરુષોનું માનવું હતું કે પત્ની જાતિય સંબંધોની ના પાડે તો પતિને નારાજ થવાનો, વઢવાનો કે ફટકારવાનો અધિકાર છે. જો કે એક વિરોધાભાસ એ જોવા મળ્યો કે કોઇ ખાસ કારણસર પત્નીને મારી શકે છે એવું 44 ટકા પુરુષો અને 45 ટકા મહિલાઓ માને છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ સર્વે બે તબક્કામાં થયો હતો. પ્રથમ તબક્કામાં 17 જુન 2019 થી 30 જાન્યુઆરી 2020 સુધીમાં 17 રાજયો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવાયા હતા.જયારે બીજા તબક્કામાં 2 જાન્યુઆરી2020 થી એપ્રિલ 2021 સુધીમાં 11 રાજયો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થતો હતો. આ સર્વેક્ષણ એ પણ હકિકત બહાર આવી છે કે માત્ર 32 ટકા વિવાહિત મહિલાઓ જ જોબ કરે છે એટલું જ નહી  44 ટકા મહિલાઓને એકલા બજારમાં જવાની હજુ છુટ નથી

(12:45 am IST)