Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ત્રણ દિવસમાં રોકાણકારોને થયું રૂા. ૧૧.૨૨ લાખ કરોડનું નુકસાન

આ ત્રણ દિવસમાં સેન્‍સેકસ કુલ ૧,૩૩૭.૩૮ પોઇન્‍ટ અથવા ૨.૪૦ ટકા તૂટયો છે

નવી દિલ્‍હી,તા. ૧૧: છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોથી શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા વચ્‍ચે રોકાણકારોના ૧૧.૨૨ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. BSE નો ૩૦ શેરો વાળા પ્રમુખ સેન્‍સેક્‍સ ગઇ કાલે ૧૦૫.૮૨ પોઈન્‍ટના ઘટાડા સાથે ૫૪,૩૬૪.૮૫ પોઈન્‍ટ પર બંધ થયા છે. અગાઉ સોમવાર અને ગયા શુક્રવારે પણ બજાર નુકસાન સાથે બંધ થયું હતું. આ ત્રણ દિવસમાં સેન્‍સેક્‍સ કુલ ૧,૩૩૭.૩૮ પોઈન્‍ટ અથવા ૨.૪૦ ટકા તૂટ્‍યો છે.

આ ઘટાડાની અસર શેરબજારોના મૂડીકરણ પર પણ પડી છે. આ ત્રણ ટ્રેડિંગ દિવસોમાં BSE પર લિસ્‍ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. ૧૧,૨૨,૩૮૯.૨ કરોડનો ઘટાડો થયો છે. હાલમાં, ગ્‍લ્‍ચ્‍ લિસ્‍ટેડ કંપનીઓનું મૂડીકરણ રૂ. ૨,૪૮,૪૨,૫૦૦.૧૭ કરોડ છે.

મોતીલાલ ઓસ્‍વાલ ફાઇનાન્‍શિયલ સર્વિસિસ લિમિટેડના રિટેલ રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્‍યું હતું કે, બજારમાં વોલેટિલિટી જોવા મળી રહી છે. વ્‍યાજદરમાં વધારો, આર્થિક વૃદ્ધિ ધીમી પડવાની આશંકા અને ચીનમાં કડક લોકડાઉન જેવા પરિબળો બજારને અસર કરી રહ્યા છે.

(9:58 am IST)