Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ચક્રવાત આસાની આંધ્રના દરિયાકાંઠેથી આજે સવારે પસાર થાય તેવી શક્યતા, વાવાઝોડું આજે નબળું પડતું જશે:

બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતી વાવાઝોડાને કારણે આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાકાંઠાના પશ્ચિમ બંગાળમાં પણ અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ. આંધ્રના દરીયાકાંઠાના વિસ્તારો માટે રેડ એલર્ટ. ચક્રવાત આસાનીએ માર્ગ બદલી નાખ્યો છે અને આજે સવારે યાનમ, કાકીનાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચે પૂર્વ કિનારે આગળ વધવાની સંભાવના છે

(10:29 am IST)