Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

નાના વેપારીઓ માટે GSTN પોર્ટલ બન્‍યું મુસીબતઃ ટેક્‍સ ડિપોઝિટમાં વિગતો ખૂટે છેઃ હવે પેનલ્‍ટીનો બોજ

સમગ્ર વર્ષ દરમિયાન GST ચૂકવ્‍યા પછી પણ કમ્‍પોઝિશન ડીલરોના પોર્ટલ પર ટેક્‍સની બાકી રકમ દેખાઈ રહી છેઃ આવા વેપારીઓની સંખ્‍યા ૫૦ ટકાથી વધુ છેઃ હવે રોજના ૫૦ રૂપિયાના દરે દંડ વસૂલવામાં આવી રહ્યો છે

નવી દિલ્‍હી, તા.૧૧: દેશના નાના વેપારીઓ માટે GSTN પોર્ટલ ફરી એક વખત સમસ્‍યા બની ગયું છે. મળતી માહિતી મુજબ આખા વર્ષ માટે GST ભર્યા પછી પણ કમ્‍પોઝિશન ડીલરો પર પોર્ટલ પર ટેક્‍સની બાકી રકમ દેખાઈ રહી છે. અંદાજ મુજબ આવા વેપારીઓની સંખ્‍યા ૫૦ ટકાથી વધુ છે. હવે તે વેપારીઓ રોજના ૫૦ રૂપિયાના દંડનો સામનો કરી રહ્યા છે.

કમ્‍પોઝિશન ટ્રેડર્સ હવે સરકાર પાસે પોર્ટલમાં રહેલી ખામીને દૂર કરવા અને વાર્ષિક રિટર્નની નિયત તારીખ લંબાવવાની માંગ કરી રહ્યા છે. વાસ્‍તવમાં, મોટાભાગના વેપારીઓ ૩૦ એપ્રિલ સુધી તેમનું વાર્ષિક રિટર્ન GSTR-4 યોગ્‍ય રીતે ફાઇલ કરી શક્‍યા નથી. આવી સ્‍થિતિમાં, GST વિશેની માહિતી જે તેઓ વિભાગ પાસે જમા કરાવી ચૂક્‍યા છે તે પોર્ટલ પરથી ગાયબ થઈ ગઈ છે.

સરકારી નિયમો હેઠળ, ૧.૫ કરોડ રૂપિયા સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઉદ્યોગપતિઓને આ હેતુ માટે આ યોજનામાં સામેલ કરવામાં આવે છે. આ યોજના હેઠળ, કુલ વેચાણના માત્ર એક ટકા જ GST ચૂકવવાની અને દર ત્રણ મહિને રિટર્ન ફાઇલ કરવાની સુવિધા છે. વાસ્‍તવિક સમસ્‍યા ત્‍યારે શરૂ થઈ જયારે વિભાગે વર્ષ ૨૦૧૯-૨૦ થી ત્રિમાસિક રિટર્ન ફોર્મ ઘ્‍પ્‍ભ્‍ ૦૮ માં ફેરફાર કરીને નવું કોષ્ટક ૬ ઉમેર્યું. જેમાં જીએસટી પેમેન્‍ટની માહિતી ભરવાની હતી.

નિષ્‍ણાતો કહે છે કે મોટાભાગના વેપારીઓએ GST જમા કરાવ્‍યો હોવા છતાં આ વિગતો ભરી શક્‍યા નથી. હવે આ ક્ષતિને કારણે હવે પોર્ટલ પર GSTને નેગેટિવ લાયેબિલિટી દેખાવા લાગી છે. જયારે વેપારીઓએ ફરિયાદ કરી, ત્‍યારે વિભાગે સલાહ આપી કે GST ફરીથી જમા કરીને ભવિષ્‍યમાં તેનું રિફંડ લઈ લે.

ટેક્‍સ મામલાના નિષ્‍ણાત અભિષેક રાજા રામે હિન્‍દુસ્‍તાનને કહ્યું છે કે આવા કાબોરીઓની સંખ્‍યા મોટી છે અને તેઓ એકસાથે બહાર આવી શકતા નથી કારણ કે એવી કોઈ સંસ્‍થા નથી કે જે એકસાથે તમામની માંગણીઓ સરકારની સામે મૂકી શકે. તેમના મતે અડધાથી વધુ વેપારીઓ આ સમસ્‍યામાં ફસાઈ જશે. તે જ સમયે, આ ઉદ્યોગપતિઓની આવક પણ મર્યાદિત છે, જેના કારણે તેઓ બે વખત ટેક્‍સ ચૂકવવાની સ્‍થિતિમાં નથી. તેમણે સૂચન કર્યું છે કે સરકારે આ રિટર્નની તારીખ લંબાવીને વેપારીઓને રાહત આપવાનું કામ કરવું જોઈએ.

(10:49 am IST)