Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સરકારી કર્મચારી મહિલાને ત્રીજી વખત પણ મેટરનિટી લીવ મળી શકે છે : બે બાળકો થયા બાદ પ્રથમ પતિને છૂટાછેડા આપી ફરીથી લગ્ન કરે અને ગર્ભવતી થાય તો ત્રીજી વખત પણ પ્રસુતિ રજા મેળવવા હક્કદાર : મધ્ય પ્રદેશ હાઇકોર્ટનો ચુકાદો

ભોપાલ : મધ્યપ્રદેશ હાઈકોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ સરકારી કર્મચારી તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા પછી ફરીથી લગ્ન કરે અને ગર્ભવતી બને તો તે ત્રીજી વખત પ્રસૂતિ રજા મેળવવા માટે હકદાર છે. સામાન્ય સંજોગોમાં માત્ર બે વાર જ પ્રસૂતિ રજા આપવામાં આવે છે.

વાસ્તવમાં સ્કૂલ ટીચર પ્રિયંકા તિવારીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં તિવારીએ કહ્યું હતું કે શાળા શિક્ષણ વિભાગને ત્રીજા બાળક માટે પ્રસૂતિ રજા આપવાનો આદેશ આપવામાં આવે. તિવારીએ છૂટાછેડા પછી લગ્ન કર્યા હતા અને તે પછી ગર્ભ ધારણ કર્યો હતો. તિવારીને તેના અગાઉના લગ્નથી બે બાળકો છે અને સિવિલ સર્વિસના નિયમો મુજબ મહિલા કર્મચારીને માત્ર બે વાર જ પ્રસૂતિ રજા મળે છે.

હાઈકોર્ટે પ્રસૂતિ રજા મંજૂર કરવાનો આદેશ આપ્યો. તિવારીની અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ મહિલા કર્મચારી છૂટાછેડા પછી ફરીથી લગ્ન કરે છે તો તેને બે કરતાં વધુ પ્રસૂતિ રજા મળવી જોઈએ. આ મામલાને ગંભીરતાથી લેતા હાઈકોર્ટે શાળા શિક્ષણ વિભાગને આદેશ આપ્યો કે તિવારીને ત્રીજી વખત પ્રસૂતિ રજા આપવામાં આવે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:47 am IST)