Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જ્યાં સુધી રાજદ્રોહ કાયદાની સમીક્ષા ન થાય ત્યાં સુધી કેસ નોંધાતા રહેશે : કોઈ ગંભીર ગુનો કરે તો તેને રાજદ્રોહના દાયરામાંથી બહાર રાખી શકાય નહીં : કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ વાત

ન્યુદિલ્હી : કેન્દ્ર સરકારે રાજદ્રોહ કાયદાને લઈને સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે જે કોઈ ગંભીર ગુનો કરે છે તેને તેના દાયરામાં બહાર રાખી શકાય નહીં. સુપ્રીમ કોર્ટની નોટિસના જવાબમાં કેન્દ્રએ આ વાત કહી

કેન્દ્ર સરકારે રાજદ્રોહ અધિનિયમને લઈને સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે જ્યાં સુધી તેની સમીક્ષા ન થાય ત્યાં સુધી લોકોને ગંભીર ગુનાઓમાં તેના હેઠળ આરોપી બનાવવાથી રોકી શકાય નહીં. કેન્દ્ર સરકારે પોતાનું વલણ રાખતા કહ્યું કે ગંભીર ગુના કરનાર વ્યક્તિને તેના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખવું યોગ્ય નથી. હકીકતમાં મંગળવારે કેન્દ્ર સરકારે કોર્ટમાં આ કાયદાની સમીક્ષાની વાત કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે શું કાયદાની સમીક્ષા સુધી તેને હોલ્ડ પર રાખવામાં આવશે અને તેના હેઠળ નવા કેસ નોંધવામાં આવશે નહીં? જેના પર કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે કે, 'જ્યાં સુધી કાયદાની સમીક્ષા ન થાય ત્યાં સુધી કોગ્નિઝેબલ ગુનાઓમાં રાજદ્રોહ હેઠળના કેસની નોંધણી અટકાવી શકાય નહીં. આમ કરવું ખોટું હશે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(11:50 am IST)