Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

પાસવર્ડ વગર જ અનલોક થશે ડીજીટલ એકાઉન્‍ટ

એપલ, માઇક્રોસોફટ અને ગુગલે પાસવર્ડ મુકત સીસ્‍ટમ પર શરૂ કર્યુ કામ

નવી દિલ્‍હી, તા.૧૧: પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટથી થોડા સમયમાં જ મુકિત મળવાની આશા છે વિશ્‍વની ત્રણ મોટી કંપનીઓ અપેલ, માઇક્રોસોફટ અને ગૂગલે પાસવર્ડ વગર જ સાઇન ઇન કરવાની સુવિધા પર કામ શરૂ કરી દીધું છે. એવુ માનવામાં આવે છે કે આગામી થોડા વર્ષમાં પાસવર્ડ સંપૂર્ણપણે ગાયબ થઇ જશે.

કંપનીઓનું કહેવુ છે કે આગામી સમયમાં ફોનને અનલોક કરવા માટે ફિંગર પ્રિન્‍ટ અથવા ફેસ રેકોગ્નીશનનો ઉપયોગ થશે. આ ટેકનીકનો ઉપયોગ અન્‍ય એકાઉન્‍ટોમાં પણ થઇ શકે છે. એપલ, ગૂગલ અને માઇક્રોસોફટ ફીડો ગઠબંધન અને વર્લ્‍ડવાઇડ વેબના માપદંડોનો સ્‍વીકાર કર્યો છે. તેના હેઠળ એપ અથવા પાસવર્ડનો વધારે સારી રીતે ઉપયોગમાં લેવાશે. ફીડો (ફાસ્‍ટ આઇડેન્‍ટીટી ઓનલાઇન) વેબસાઇટ અને એપને ઝડપી એન સુરક્ષિત રીતે એકસેસ કરવા માટે પ્રતિબંધ ગ્રુપ છે.

(12:00 pm IST)