Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

અરવિંદ કેજરીવાલના ત્રણ વર્ષ જુના નિવેદન સામે બીજેપી નેતાએ ફરિયાદ નોંધાવી : 7 મે, 2019 ના રોજ ' જન વિકાસ રેલી ' દરમિયાન કેજરીવાલે પીએમ મોદીની પાકિસ્તાન યાત્રા , પુલવામા હુમલા ,સહિતની બાબતે ટીકા કરી હતી

હરિયાણા : અમૃતસર પૂર્વથી ભાજપની ટિકિટ પર અસફળ ચૂંટણી લડનારા ભૂતપૂર્વ IAS અધિકારીએ AAP વડા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે "દેશદ્રોહી" ટિપ્પણી કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. ભાજપના નેતા જગમોહન રાજુ દ્વારા મોહાલી પોલીસ સમક્ષ દાખલ કરવામાં આવેલી ફરિયાદ 2019 માં હિસારમાં એક રેલી દરમિયાન કેજરીવાલે કરેલી ટિપ્પણી પર આધારિત છે.

ભાષણની કથિત વિડિયો ક્લિપિંગ મુજબ, આ ટિપ્પણી 7 મે, 2019 ના રોજ 'જન વિકાસ રેલી' દરમિયાન કરવામાં આવી હતી જ્યાં કેજરીવાલ JJP નેતા દુષ્યંત ચૌટાલાના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા, જે હવે હરિયાણાની BJP-JJP સરકારમાં ડેપ્યુટી સીએમ છે.

9 મેના રોજ નોંધાવવામાં આવેલી તેમની ફરિયાદમાં, રાજુએ જણાવ્યું છે કે, “8 મેના રોજ, જ્યારે હું મારા ફોન દ્વારા સ્ક્રોલ કરી રહ્યો હતો…મને અરવિંદ કેજરીવાલનો એક વીડિયો સામે આવ્યો, જેણે ભારતના વડાપ્રધાન વિરુદ્ધ ખૂબ જ ભડકાઉ ટિપ્પણી કરી હતી. આ ટીપ્પણીઓ આમ આદમી પાર્ટી દ્વારા ‘જન વિજય રેલી’ નામની તેમની રેલીના ભાગરૂપે કાઢવામાં આવી રહેલા સરઘસમાંથી છે.

વીડિયોમાં, પાકિસ્તાનના તત્કાલિક પી,એમ,  નવાઝ શરીફને મળવા માટે પીએમ મોદીની ની પાકિસ્તાનની મુલાકાત, ત્યારબાદ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનના નિવેદન કે નરેન્દ્ર મોદી ભારતના બીજી ટર્મના પીએમ (2019ની ચૂંટણી પહેલા) બની શકે છે અને પુલવામા હુમલા અંગે કેજરીવાલને ઉદબોધન કરતા જુએ છે . તેવું ઈ.એ.દ્વારા જાણવા મળે છે.

(1:45 pm IST)