Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ફિલીપીન્સમાં માર્કોસ રાષ્ટ્રપતિ સારા ઉપરાષ્ટ્રપતિ બન્યા

માનવાધિકાર કાર્યકરોએ આ બંન્નેના શાસનમાં દેશના ભવિષ્યને લઇને ચિંતા દર્શાવી

મનીલા તા.૧૧ :ફિલીપીન્સના દિવંગત તાનાશાહ માર્કોસના પુત્ર માર્કોસ જુનીયરઅને નિવર્તમાન રાષ્ટ્રપતિ રોડ્રીગો દુતેર્તેની પુત્રી સારા દેશના નવા નેતા બનવા જઇ રહયા છે. માર્કોસ રાષ્ટ્રપતિ અને સારા ઉપરાષ્ટ્રપતિ ચુંટાઇ આવ્યા છે. કેટલાક માનવધિકાર કાર્યકરોએ આ બંન્નેના શાસનમાં દેશના ભવિષ્યને લઇને ચિંતા દર્શાવી છે.

પુર્વ પ્રાંતિય ગર્વનર સાંસદ અને સેનેટર ૬૪ વર્ષીય માર્કોસ જુનીયરે ૩૬ વર્ષ બાદ પોતાના પરિવારને પ્રતિષ્ઠા પરત અપાવી છે. લોકશકિત વિદ્રોહના કારણે તેમના પિતાએ સત્તા છોડવી પડી હતી અને માનવધિકાર હનન મામલે અમેરિકામાં નિર્વાસીત થવું પડયુ હતુ. ૧૯૮૯માં તેમનું મૃત્યુ થતા માતા બાળકોને લઇને સ્વદેશ પરત આવી હતી.

જયારે ૪૩ વર્ષીય  સારા ડાવાઓ શહેરના મેયર છે. તેમના પિતાનું આ મત વિસ્તારમાં છે. તેઓ વકીલ હોવા ઉપરાંત દેુશની સેનામાં રિઝર્વ અધિકારી છે. તેમની પાર્ટી સારાને રાષ્ટ્રપતિ પદ માટે ઉતારવા માંગતી હતી પણ તેમને ઉપરાષ્ટ્રપતિ પદ પસંદ કર્યુ હતુ.

(3:03 pm IST)