Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મોહાલીમાં rpg હુમલો : sfj એ લીધી જવાબદારી

અત્યાર સુધીમાં ૨૦ શંકાસ્પદોની ધરપકડ

નવી દિલ્હી તા. ૧૧ : પંજાબના મોહાલીમાં પોલીસના ઈન્ટેલિજન્સ હેડકવાર્ટર પર હુમલાના મોટા સમાચાર છે. પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસે હુમલાની જવાબદારી સ્વીકારી હોવાના અહેવાલ છે. સોમવારે પોલીસ ઓફિસ પર રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે બિલ્ડિંગને નુકસાન થયું હતું. આ પછી પોલીસે મંગળવારે તપાસ તેજ કરી દીધી હતી અને આ હુમલાને પાકિસ્તાન સાથે જોડવાના સમાચાર સામે આવ્યા હતા.

અહેવાલ મુજબ, સંગઠને એક અનવેરિફાઈડ વોઈસ મેસેજ દ્વારા હુમલાની જવાબદારી લીધી છે. રિપોર્ટ અનુસાર, પોલીસનું કહેવું છે કે એસએફજેના ગુરપતવંત સિંહ દ્વારા કહેવામાં આવેલા હુમલાની જવાબદારી લેતા વોઇસ મેસેજની ચકાસણી કરવામાં આવી છે. મોહાલીના એસએસપી વિવેક શીલ સોનીએ જણાવ્યું હતું કે, અમે મામલો ઉકેલવાની ખૂબ નજીક છીએ. તપાસ દરમિયાન ૧૮-૨૦ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.

ય્ભ્ઞ્ હુમલાના એક દિવસ બાદ  પોલીસે મોહાલીમાં હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. હાલમાં, તપાસકર્તાઓ વધુ કડીઓ મેળવવા માટે હેડકવાર્ટર વિસ્તારમાં સ્થિત ત્રણ મોબાઈલ ટાવર પરથી '૬ હજારથી ૭ હજાર મોબાઈલ ડેટા ડમ્પ'ની તપાસ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને શંકા છે કે આરપીજી હુમલા માટે સ્વિફટ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે.

એનઆઈએ, એનએસજી અને સેનાએ તપાસને ઝડપી બનાવવા ઈમારતનું નિરીક્ષણ કર્યું હતું. મંગળવારે ડીજીપી વીકે ભાવરાએ રાજયના ગુપ્તચર અધિકારીઓ, એસએસપી સોની અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. 'અમારી પાસે લીડ્સ છે અને અમે આ મામલાને ઝડપથી ઉકેલીશું,' તેમણે પત્રકારોને કહ્યું. તપાસ ચાલુ છે અને યોગ્ય સમયે માહિતી શેર કરવામાં આવશે. મોહાલીના એસપી (હેડકયુ) રવિન્દ્ર પાલ સિંહે કહ્યું કે તે સ્પષ્ટ થઈ ગયું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓએ પંજાબ પોલીસના ગુપ્તચર તંત્ર પર હુમલો કરવાનું કાવતરૃં ઘડ્યું હતું. મોહાલી પોલીસે આઈપીસીની કલમ ૩૦૭, યુએપીએની કલમ ૧૬ સહિત અનેક કલમો હેઠળ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે.

(3:06 pm IST)