Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

આંધ્ર અને ઓડિશાના તટીય વિસ્તારમાં અથડાશે 'અસાની'

હાઇએલર્ટ જાહેર : સુરક્ષા કારણોસર અનેક ફલાઇટ રદ્દ: દરિયો ગાંડોતૂર: ફઝ્રય્જ્ની ટીમ તૈનાત

કોલકત્તા તા. ૧૧:બંગાળની ખાડીમાંથી ઉદભવેલાઙ્ગ ચક્રવાતી તોફાનની અસર દેખાવા લાગી છે. આંધ્રપ્રદેશ અને ઓડિશાના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૃ થયો છે. હવામાન વૈજ્ઞાનિકોના મતે ચક્રવાત અસાની આગામી થોડા કલાકોમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શકયતા છે. તે આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે સવારે આંધ્ર અને ઓડિશાના કિનારે પહોંચી જશે.ઙ્ગ

ચક્રવાત અસાનીના કારણે ખાસ કરીને ઓડિશા અને આંધ્રપ્રદેશમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઓડિશાના પુરીના એડિશનલ એસપી મિહિર કુમાર પાંડાએ જણાવ્યું હતું કે, 'અસાનીને કારણે, જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને ઊંચા મોજાઓ ઉછળવા લાગ્યા છે. તેને જોતા દરિયાકાંઠાના વિસ્તારોની નજીક રહેતા લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે પોલીસ દળો અને તમામ સ્ટેશનોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ સિવાય સુરક્ષાના કારણોસર ઘણી ફલાઈટ્સ પણ રદ્દ કરવામાં આવી છે.'

ઙ્ગભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત અસાની ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને આગામી થોડા કલાકોમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચશે. ત્યારબાદ ચક્રવાત માછલીપટ્ટનમ, નરસાપુર, યાનમ, કાકીનાડા, તુની અને વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે પહોંચે તેવી શકયતા છે. ઓડિશાના વિશેષ રાહત કમિશનર પ્રદિત કુમાર જેનાએ કહ્યું કે તે વિશાખાપટ્ટનમ પહોંચ્યા બાદ સમુદ્રમાં મળી આવશે. ત્પ્ઝ્ર અનુસાર, ચક્રવાત ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને આગામી કેટલાક કલાકો સુધી આંધ્ર પ્રદેશના કિનારે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે.

હવામાન શાસ્ત્રીઓના મતે ચક્રવાતી તોફાન ૧૨ મેની સવાર સુધીમાં ધીમે ધીમે નબળું પડશે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 'અસાની', પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડું, છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૨ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું, જે ધીમે ધીમે ચક્રવાતી તોફાનમાં નબળું પડતું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે અસાની આજે કાકીનાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠે અથડાશે. આ દરમિયાન ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ થઈ શકે છે.

ઙ્ગઆંધ્રપ્રદેશના કાકીનાડામાં ભારે પવન સાથે દરિયામાં હિલચાલ વધી છે. અહીંના થિમ્માપુરમ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેકટર રામકૃષ્ણે કહ્યું કે દરિયા કિનારેનો રસ્તો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. અમે બે ચેકપોસ્ટ મુકીને ટ્રાફિકને આ દિશામાં જતા અટકાવીએ છીએ. અમે સંપૂર્ણ એલર્ટ પર છીએ. માઈક દ્વારા લોકોને બહાર ન આવવા માટે પણ વિનંતી કરવામાં આવી છે, ફિશિંગની મંજૂરી નથી.

(3:15 pm IST)