Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

૨૦ લાખથી વધુ જમા કરાવશો કે ઉપાડશો તો ૨૬ મે થી નવો નિયમ લાગુ

ટેક્ષ ચોરી ઉપર પહેરો વધ્‍યો

નવી દિલ્‍હીઃ ટેક્ષ ચોરી ઉપર લગામ કસવા માટે સરકારે કમર કસીઃ નવો નિયમ બનાવ્‍યોઃ સીબીડીટીએ એક નોટિફીકેશન બહાર પાડયુઃ જો કોઇ વ્‍યકિત એક નાણાકીય વર્ષમાં બેંક ખાતામાંથી ૨૦ લાખ રૂપિયાથી વધુ રકમ જમા કે ઉપાડ કરે તો તેના માટે પાન નંબર આપવો ફરજીયાત રહેશેઃ આ નિયમ ચાલુ ખાતુ ખોલતા સમયે પણ લાગુ થશેઃ આ નિયમ ૨૬મીથી લાગુ પડશેઃ આ હિસાબથી ૨૬મી મે પછી રોકડ જમા કે ઉપાડ પર આ નિયમ લાગુ થઇ જશેઃ આ નિયમ બેંક, સહકારી બેંક અને પોસ્‍ટ ઓફિસમાં ચાલતા ખાતાઓ પર સમાન રૂપથી લાગુ થશેઃ સરકારે આ નિયમ રોકડ લેવડ-દેવડ ઘટાડવા અને તેના માધ્‍યમથી થતી ટેક્ષ ચોરીને રોકવા આ પગલુ ભર્યુ છે.

(3:30 pm IST)