Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કોરોનાના ૨૮૯૭ નવા કેસઃ ૫૪ના મોત

નવી દિલ્‍હી, તા.૧૧: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૮૯૭ નવા કેસ નોંધાયા છે, જેમાં ગઈ કાલની તુલનાએ આશરે ૨૬.૬ ટકાનો વધારો નોંધાયો હતો. છેલ્લા કલાકમાં ૫૪ લોકોનાં મોત થયાં છે, દેશમાં અત્‍યાર સુધીમાં ૧૯૦.૬૭થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્‍યા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૩૧,૧૦,૫૮૬ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્‍યા છે.

દેશમાં અત્‍યાર સુધી ૫,૨૪,૧૫૭ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૨૫,૬૬,૯૩૫ લોકો માત આપી ચૂક્‍યા છે. પાછલા ૨૪ કલાકમાં ૨૯૮૬ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૧૯,૪૯૪એ પહોંચી છે.

દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૪ ટકાએ છે, જયારે મૃત્‍યુદર ઘટીને ૧.૨૨ ટકા થયો છે. કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૪,૭૨,૧૯૦ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૪.૨૦ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને ૦.૪૭ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૭૯ ટકા છે.

દેશમાં અત્‍યાર સુધીમાં ૧,૯૦,૬૭,૫૦,૬૩૧ લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૪,૮૩,૮૭૮ લોકોને રસી આપવામાં આવી હતી.

(3:33 pm IST)