Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

આખરે લાંબી પૂછપરછ બાદ ઝારખંડના ખાણ સચિવ IAS ઓફિસર પૂજા સિંઘલની ધરપકડ : પૂજાના પતિ અભિષેકની પણ ધરપકડ : કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડ પર લેવાશે

રાંચી : ઝારખંડના ખાણ સચિવ IAS ઓફિસર પૂજા સિંઘલની આજરોજ બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. લાંબી પૂછપરછ બાદ EDએ પૂજા સિંઘલની ધરપકડ કરી હતી. તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડ પર લઈ શકાય છે. EDની કાર્યવાહી અનુસંધાને પૂજાના પતિ અભિષેકની પણ ધરપકડ કરવામાં આવી છે.

ઝારખંડની ખાણ સચિવ IAS પૂજા સિંઘલ અને તેના પતિ અભિષેકની બુધવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી. સિંઘલ બુધવારે સતત બીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ મનરેગા ફંડની કથિત ઉચાપત અને ખુંટીમાં અન્ય આરોપો સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં હાજર થયા હતા. પતિ સાથે સામસામે પૂછપરછ કર્યા બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ બાદ બંનેને આરોગ્ય તપાસ માટે સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સદર હોસ્પિટલના ડોકટરો દંપત્તિને  તપાસવા આવ્યા હતા. ડોક્ટરના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. પૂજા સિંઘલના નજીકના સંબંધીઓના વિવિધ સ્થળો પર દરોડા પડ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા બે દિવસથી પૂછપરછનો રાઉન્ડ ચાલી રહ્યો હતો.

અગાઉ, પૂજા સિંઘલના પતિ અભિષેક ઝાની ED દ્વારા સતત બે દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અભિષેક ઝા અને તેમના સીએ સુમનને પૂછવામાં આવેલા પ્રશ્ન અને જવાબ બંનેની નોંધ લેવામાં આવી છે. તેમની સંપત્તિ, આવકના સ્ત્રોત, વ્યવસાય અને પરિવારના સભ્યોની આવક સંબંધિત માહિતી અભિષેક ઝા પાસેથી લેવામાં આવી હતી.

પૂજા સિંઘલને પણ સરકાર તરફથી રજા મંજુર કરવામાં આવી છે . તે 30 મે સુધી રજા પર ગઈ છે. તેમની રજા મંજૂર કરતી વખતે 2 પદાધિકારીઓને જવાબદારી સોંપવાની તૈયારી ચાલી રહી છે. સોમવારે પૂજા સિંઘલે વિભાગમાં રજા માટે અરજી કરી હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:15 pm IST)