Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

' રાજદ્રોહ ' : સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરનાર પ્રથમ રાજ્ય તરીકે રાજસ્થાનની હાઈકોર્ટ : ન્યૂઝ 18 ના પત્રકાર અમન ચોપરાને કલમ 124A થી રક્ષણ આપ્યું : કોમી રમખાણો ભડકાવવાના આરોપો અંગે તપાસ કરવામાં આવે પરંતુ રાજદ્રોહના આરોપમાં કોઈ તપાસ કરવામાં ન આવે તેવી સ્પષ્ટ સૂચના

જયપુર : રાજદ્રોહની તમામ પડતર બાબતોને સ્થગિત રાખીને આજે સવારે સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર, રાજસ્થાન હાઈકોર્ટે તપાસ અધિકારી (IO) ને ન્યૂઝ18ના પત્રકાર અમન ચોપડા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 124A હેઠળ આવરી લેવામાં આવેલા આરોપોની તપાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અલવર રમખાણો [અમન ચોપરા વિ રાજસ્થાન રાજ્ય]

ચોપરા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરા અને એડવોકેટ મૃણાલ ભારતીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને જસ્ટિસ દિનેશ મહેતાના ધ્યાન પર લાવ્યા બાદ આ આદેશ કરવામાં આવ્યો હતો.

"તેઓ (IO) આથી ભારતીય દંડ સંહિતાની કલમ 124-A દ્વારા આવરી લેવામાં આવેલા આરોપો માટે આ બાબતની તપાસ કરશે નહીં."

ચોપરા પર 22 એપ્રિલે રાજસ્થાનના અલવર જિલ્લામાં કથિત રીતે કોમી રમખાણો ભડકાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(8:27 pm IST)