Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

દિલ્હી કેપિટલ્સનો રાજસ્થાન રોયલ્સ સામે 8 વિકેટે શાનદાર વિજય :માર્શ અને વોર્નરે ફિફટી ફટકારી

દિલ્હીની ટીમે રાજસ્થાનને 2 વિકેટે 18.1 ઓવરમાં લક્ષ્ય પાર કરીને હાર આપી

મુંબઈ :  IPL 2022 ની 58મી મેચ ડો. ડીવાય પાટીલ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ રમાઈ હતી. દિલ્હીની ટીમે રાજસ્થાનને 2 વિકેટે 18.1 ઓવરમાં લક્ષ્ય પાર કરીને હાર આપી હતી.  દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ  જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ રાજસ્થાને ટોસ હારીને પ્રથમ બેટીંગ કરી હતી. દિલ્હીને તેની ઈનીંગની શરુઆતના બીજા બોલે જ ઓપનીંગ જોડી તુટવાનો ઝટકો સહન કરવો પડ્યો હતો. આમ છતાં ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે દિલ્હીનો સ્કોર લક્ષ્ય તરફ આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. માર્શે અને વોર્નરે અડધી સદી ફટકારી હતી.

ઓપનીંગ જોડી દિલ્હી કેપિટલ્સની ઈનીંગની શરુઆતે જ તુટી ગઈ હતી. કેએસ ભરત અને ડેવિડ વોર્નર બંને ઓપનીંગ જોડીના રુપમાં ક્રિઝ પર આવ્યા હતા. ભરતે શૂન્ય રન પર જ પોતાની વિકેટ ઈનીગના બીજા બોલ પર ગુમાવી દીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે તેને સંજુ સેમસનના હાથમાં કેચ કરાવી આઉટ કરાવી દીધો હતો. દિલ્હીની ટીમને માટે આ મોટો આંચકો હતો અને તેની અસર આગળની રમતને જોઈને લાગી રહ્યુ હતુ. દિલ્હીની રમત ધીમી બની ગઈ હતી. પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરને મેડન પસાર કરી હતી.

જોકે બાદમાં ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે શાનદાર રમત રમી હતી. બંને એ સેટ થયા બાદ ટીમને લક્ષ્ય તરફ મક્કમતા પૂર્વક આગળ વધારવાનુ કામ બંને બેટ્સમેનોએ ખૂબ સુંદર રીતે નિભાવ્યુ હતુ. મિશેલ માર્શ રંગમાં હોઈ વોર્નર પણ સ્ટ્રાઈક તેને આપવા માટે સતત પ્રયાસ કરતો હતો. આમ માર્શે તેની અડધી સદી આરામથી પુર્ણ કરી લીધી હતી. માર્શે 62 બોલમાં 89 રનની ઈનીંગ રમી હતી. જેમાં તેણે 7 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વોર્નરે 52 રન નોંધાવ્યા હતા. ઋષભ પંતે પણ અંતમાં 2 છગ્ગા જમાવી દીધા હતા.

ટોસ હારીને રાજસ્થાને ટોસ હારીને પ્રથમ બેટીંગ કરી હતી. પરંતુ તેની શરુઆત સારી રહી નહોતી. તેના બંને ઓપનર જલદી આઉટ થઈ ગયા હતા. પરંતુ રવિચંદ્રન અશ્વિને બાદમાં સ્થિતી સંભાળી અડધી સદી ફટકારી હતી. 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને રાજસ્થાને દિલ્હી સામે 160 રનનો સ્કોર કર્યો હતો. સૌથી પહેલા જોસ બટલરે ( 7 રન 11 બોલ) વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ (19 બોલ 19 રન) પણ 9મી ઓવરમાં આઉટ થયો હતો.

જોકે અસલી રંગ તો રવિચંદ્રને જમાવ્યો હતો. તેણે શરુઆતથી જ બાઉન્ડરી અને સિક્સર વચ્ચે વચ્ચે ફટકારી દીધી હતી. જેને લઈ તેણે મંદ ગતિએ ચાલી રહેલ રાજસ્થાનના સ્કોર બોર્ડને ઝડપ આપી હતી. તેની સાથે દેવદત પડિકલે પણ સારી રમત સાથે સાથ પુરાવ્યો હતો. અશ્વિને તેના કરિયરની પ્રથમ ટી20 અડધી સદી નોંધાવી હતી. તેણે 37 બોલમાં ફીફટી ફટકારી હતી. જેમાં તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે અડધી સદી બાદ તુરત જ મિશેલ માર્શનો શિકાર થઈ પરત ફર્યો હતો.

(11:47 pm IST)