Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

અસાની વાવાઝાડું પડશે નબળું: બંગાળમાં ભારે વરસાદની આગાહી : NDRFની ટીમ એલર્ટ પર

ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની 60 ટુકડી અને ફાયર બ્રિગેડની 132 ટીમો તૈનાત : NDRF ની કુલ 50 ટીમો તૈનાત

નવી દિલ્હી :વાવાઝોડું અસાની આંધ્રપ્રદેશ અને ત્યારબાદ ઓડિશાના દરિયા કિનારાની નજીક પહોંચ્યું. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો અને હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે અસાની વાવાઝોડુ તીવ્ર બન્યું હતું અને ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ તરફ આગળ વધ્યું હતું અને આ દરમિયાન આ વિસ્તારમાં 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

હવામાન વિભાગ પ્રમાણે ગુરુવાર સુધીમાં વાવાઝોડુ વધુ નબળું પડવાની અને નીચા દબાણવાળા વિસ્તારમાં પરિવર્તિતિ થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે આ વાવાઝોડુ સમુદ્રમાં જ સમાઈ જવાની સંભાવના છે. જો કે વાવાઝોડાના કારણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયાકિનારે દરિયો તોફાની બન્યો છે.

ઓડિશા સરકારે દક્ષિણના પાંચ જિલ્લા મલકાનગિરી, કોરાપુટ, રાયગડા, ગંજમ અને ગજપતિમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતની અસર આ વિસ્તારોમાં દેખાઈ શકે છે. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની 60 ટુકડી અને ફાયર બ્રિગેડની 132 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રની નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે કુલ 50 ટીમો તૈનાત કરી છે.

(1:04 am IST)