Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સર્વોચ્ચ નેતા : શિવસેના નેતા સંજય રાઉત

શિવસેના નેતા સંજય રાઉતનું મુખ્યમંત્રી સાથે મુલાકાત કર્યા બાદ નિવેદન : શિવસેના હંમેશાથી માને છે કે પ્રધાનમંત્રી દેશના હોય છે તેના ઉપર કોઈ એક પાર્ટીનો અધિકાર ન હોવો જોઈએ

મુંબઈ, તા. ૧૦ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પાછલા મંગળવારે દિલ્હીમાં થયેલી બેઠકને લઈને શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે, પ્રધાનમંત્રી મોદી દેશ અને ભાજપના સર્વોચ્ચ નેતા છે. હકીકતમાં મીડિયામાં આવી રહેલી ખબરોને લઈને સંજય રાઉતને સવાલ કરવામાં આવ્યો કે, આરએસએસ રાજ્યોમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં તે રાજ્યના નેતાઓના ચહેરાને રજૂ કરવાનું વિચાર કરી રહ્યું છે શું તેવામાં કહી શકાય કે મોદીની લોકપ્રિયતા પર અસર પડી છે અને તે પહેલાથી ઓછી થઈ છે.

સવાલનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યુ- હું કોઈ પ્રકારની કોઈ ટિપ્પણી કરવા ઈચ્છતો નથી, મીડિયામાં શું અહેવાલો આવી રહ્યા છે તે નથી જાણતો. તેને લઈને કોઈ પ્રકારનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. છેલ્લા સાત વર્ષોમાં ભાજપને મળેલી સફળતાનો બધો શ્રેય મોદીને જાય છે અને દેશ અને ભાજપ પાર્ટીના સર્વોચ્ચ નેતા છે.

મહત્વનું છે કે શિવસેના નેતા સંજય રાઉત સમયે ઉત્તર મહારાષ્ટ્રના પ્રવાસ પર છે. અહીં જલગાંવમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, શિવસેના હંમેશાથી માને છે કે પ્રધાનમંત્રી દેશના હોય છે તેના પર કોઈ એક પાર્ટીનો અધિકાર હોવો જોઈએ, તેથી પ્રધાનમંત્રીએ ચૂંટણી અભિયાન જેવા કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી ઈચ્છે તો તેમની પાર્ટી વાઘ (શિવસેનાનું ચૂંટણી ચિન્હ) સાથે મિત્રતા કરી શકે છે. વાત પર સંજય રાઉતે કહ્યુ- વાઘની સાથે કોઈ મિત્રતા કરી શકે વાઘ સ્વયં નક્કી કરે છે કે તેણે કોની સાથે મિત્રતા કરવી છે.

(12:00 am IST)
  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST

  • અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) એ ભારતની કોવેકસીન રસી લોન્ચ કરવામાં વિલંબ કરતાં કોવેકસીન રસીના અમેરિકામાં ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન ની ભારત બાયોટેકની દરખાસ્તને નકારી કાઢી છે. ભારત બાયોટેકના યુએસ પાર્ટનર ઓક્યુજને ગુરુવારે કહ્યું હતું કે કંપની હવે કોવેક્સિનની સંપૂર્ણ મંજૂરી માંગશે. USFDA દ્વારા કંપનીને વધારાની ટ્રાયલ શરૂ કરવા કહેતા, આના પરિણામેં હવે કંપની બાયોલોજીક્સ લાઇસન્સ એપ્લિકેશન (BLA) માટે ફાઇલ કરી શકશે, જેને અમેરિકામાં સંપૂર્ણ મંજૂરી ગણાય છે. access_time 11:58 am IST