Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

પાકિસ્તાને અંતમાં ઝુકવું પડયુ:કુલભૂષણ જાદવને હાઇકોર્ટમાં અપીલ કરવા મંજૂરી

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાદવને અપીલ કરવાનો એક વિધેયક પાસ

નવી દિલ્હી :કુલભૂષણ જાદવના મામલે પાકિસ્તાને અંતે  છે, એનઆઇના રિપોર્ટ મુજબ પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણય અધ્યાદેશ 2020ને સ્વીકૃતિ આપી છે. એના પછી કુલભૂષણ જાદવને પાકિસ્તાને આપેલી સજા સામે હાઇકોર્ટમાં અપીલ કરવાની મંજૂરી મળી ગઇ છે. પાકિસ્તાનની નેશનલ એસેંમ્બલીએ ગુરૂવારે આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણય સંબધિત પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાદવને અપીલ કરવાનો એક વિધેયક પાસ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટએ પોતાના નિર્ણયને એસેંમ્બલી પ્રભાવી સમીક્ષા અને પુર્નવિચારના આદેશ આપ્યા હતા.

કુલભૂષણ જાધવ વર્ષ 2016 થી પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ કર્યું હતું. ભારત સરકાર શરૂઆતથી કહેતી આવી છે કે કુલદીપ જાધવ ભૂતપૂર્વ નેવી ઓફિસર હતા. તે વેપારી સોદા માટે ઈરાન ગયા હતા અહીંથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને પાકિસ્તાન આર્મીના હવાલે કરવામાં આવ્યા હતા.ઇસ્લામાબાદ હંમેશા જાધવ પર ભારતીય જાસૂસ હોવાનો આરોપ લગાવે છે અને પાકિસ્તાનમાં પણ ઘણા આતંકી હુમલા કરી ચૂક્યો છે. જાધવને પાકિસ્તાનની સૈન્ય અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. આ પછી ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતનો સંપર્ક કર્યો હતો. આ પછી, નિર્ણય ભારતના પક્ષમાં આવ્યો અને પાકિસ્તાનની જેલમાં બંધ કુલદીપ જાધવને સલાહકાર મળી શકે.

(12:26 am IST)