Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

બીજી લહેર ૨ લાખથી વધુને ભરખી ગઇ : રોજ સરેરાશ ૨૦૦૦ના મોત

દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે અને બીજી લહેર ઠંડી પડી છે પણ આંકડા દર્શાવે છે કે બીજી લહેર કેટલી ભયાનક છે : બીજી લહેર ઘાતક રહી : કુલ મોતમાં ૫૭ ટકા મોત બીજી લહેરમાં નોંધાયા : જો કે બીજી લહેરમાં સૌથી વધુ મોત બ્રાઝીલમાં

નવી દિલ્હી,તા.૧૧: ભારતમાં કોરોનાની બીજી લહેર દ્યાતક સાબિત થઈ છે, બીજી લહેર દરમિયાન દર્દીઓ તથા તેમના પરિવારોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આવામાં બીજી લહેરમાં દેશમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ૨ લાખને પાર થઈ ગઈ છે. ૨૦૨૦માં મહામારીની ભારતમાં શરુઆત થયા પછી દર ૫માંથી ૩ મૃત્યુ કોરોનાના કારણે થયા છે. જયારે બીજી લહેરની શરુઆત પછી એક માર્ચથી અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના લીધે સરેરાશ ૨૦૦૦ લોકોના જીવ ગયા છે. બીજી લહેરમાં થનારી મોત અત્યાર સુધીમાં દેશમાં થયેલા કોરોના મૃત્યુમાંથી ૫૭્રુ થાય છે. ભારતમાં કોરોનાના લીધે કુલ ૩,૬૩,૦૨૯ દર્દીઓના મોત થઈ ગયા છે.

દુનિયાની વાત કરીએ તો કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ મોત બ્રાઝિલમાં થયા છે. બ્રાઝિલમાં પાછલા ૧૦૨ દિવસ દરમિયાન ૨.૨૫ લાખ લોકોના મોત કોરોના વાયરસના લીધે થયા છે, જયારે અમેરિકામાં ૧ માર્ચથી અત્યાર સુધીમાં ૮૨,૭૩૮ દર્દીઓના મોત થયા છે. અમેરિકામાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંક ૬.૧ લાખ પર પહોંચી ગયો છે, જે દુનિયામાં સૌથી વધુ છે.

રાહતની વાત એ છે કે ભારતમાં પાછલા ૩ અઠવાડિયાથી રોજના કેસમાં દ્યટાડો નોંધાઈ રહ્યો છે. જોકે, મૃત્યુઆંક હજુ પણ ચિંતાનું કારણ છે. જૂનના પહેલા અઠવાડિયામાં ૧૬,૩૦૦ લોકોના મોત થયા છે. કુલ મૃત્યુઆંકમાં સુધારો પણ થયો છે, જેમાં મહારાષ્ટ્રમાં ૧૧,૫૮૩, બિહારમાં ૩૯૫૧ અને ઉત્ત્।રાખંડમાં ૭૭૯ મોતનો સમાવેશ થાય છે. પાછલા બે દિવસમાં જ ૫,૮૭૩ મોત જોડાયા છે, જેમાંથી ૩,૯૫૧ બિહારના અને બાકી મહારાષ્ટ્રના છે. બિહારમાંથી મળેલા મૃત્યુના નવા આંકડાના લીધે બુધવારે ૨૪ કલાકમાં નોંધાતા મૃત્યુની સંખ્યા ૬ હજારને પાર થઈ ગઈ હતી. જોકે, એકસપર્ટે સાચા આંકડા સામે લાવવા બદલ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે આનાથી ચોક્કસ માહિતી મેળવવામાં મદદ મળશે.

જો કુલ કેસની વાત કરવામાં આવે તો દેશમાં મહામારી શરુ થયા પછી લગભગ ૬૨% કોરોનાની બીજી લહેર સામે આવી છે. દેશમાં ૧ માર્ચ ૨૦૨૧થી અત્યાર સુધીમાં ૧.૮ કરોડ કેસ સામે આવ્યા છે જયારે મહામારી શરુ થયા બાદ અત્યાર સુધીમાં કુલ ૨.૯ કરોડ સંક્રમણ સામે આવ્યા છે. જયારે ૧ માર્ચથી અત્યાર સુધીમાં બ્રાઝિલમાં ૬૫.૭ લાખ કેસ અને અમેરિકામાં ૪૮.૭ લાખ કેસ સામે આવ્યા છે.

(10:33 am IST)