Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કોરોનાનો શિકાર બનેલાઓને વેકસીનની જરૂર નથી

પબ્લિક હેલ્થ એકસપર્ટના એક ગ્રુપે વડાપ્રધાનને સોંપેલા રિપોર્ટમાં કરી ભલામણ : રસીકરણ સમજી વિચારીને થાય તો સારા પરિણામો મળશે : જો અંધાધૂંધ કે નાદાની દાખવશું તો વાયરસ વધુ ખતરનાક બની શકે છે : સંવેદનશીલ - જોખમની શ્રેણીમાં સામેલ લોકોના રસીકરણનું સૂચન

નવી દિલ્હી તા. ૧૧ : હેલ્થ ઍકસપર્ટના ઍક ગ્રુપે કહ્યું છે કે મોટા પાયે, આડેધડ અને અપૂર્ણ રસીકરણ કોરોના વાયરસના મ્યુટન્ટ સ્વરૂપો વિકસાવવાનું કારણ બની શકે છે. તેમણે સૂચન કર્યું છે કે જે લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે તેમને રસીકરણની કોઇ જરૂર નથી. આ ગ્રુપમાં ઍમ્સના ડોકટર અને કોરોના સંબંધી રાષ્ટ્રીય કાર્યદળના સભ્ય સામેલ છે. વડાપ્રધાનને સોંપાયેલ આ ગ્રુપના રિપોર્ટમાં કહેવાયું છે કે રસી કોરોના સામેના ઍક તાકાતવાન હથિયાર જેવું છે, તેનો ઉપયોગ સમજી વિચારીને ઍક રણનીતિ હેઠળ કરશું તો સારા પરિણામો મળશે પણ જો નાદાની ભર્યા પગલા લેવાયા તો વાયરસ વધુ ખતરનાક પણ બની શકે છે.

વડાપ્રધાનને સોંપાયેલ રિપોર્ટમાં કહેવાયું છે કે દેશ અત્યારે કોરોનાની બીજી લહેરના લગભગ મધ્યમાં છે. અત્યારે વધારે સાવચેતી રાખવી પડશે. સરકારે કોરોનાથી થતા મોત પર કાબુ મેળવવાની દિશામાં કામ કરવું જાઇઍ. રિપોર્ટ અનુસાર બધાને રસી આપવાનો નિર્ણય સારો છે પણ ઍ ધ્યાનમાં રાખવું પડશે કે આપણી પાસે રસીનો સ્ટોક ઓછો છે અને તેને લેવાની ઇચ્છા રાખનારા લોકો બહુ વધારે છે. આપણે પહેલા ઍ જોવું પડશે કે રસી ઍવા લોકોને આપવામાં આવે જે મોટી ઉંમરના છે અથવા તો ગંભીર રોગોથી પીડાય છે. વાયરસ સૌથી વધારે આવા લોકોને જ નિશાન બનાવે છે. યુવાનોને રસી આપવાથી ખર્ચ વધી જશે.

રિપોર્ટમાં કહેવાયું છે કે ઍક સાથે બધા મોરચા ખોલવાથી સીસ્ટમ પર બોજ આવશે અને તેમાં સમય પણ ઘણો બરબાદ થશે. ઍટલે આપણે રસી અંગે પ્રાથમિકતા નક્કી કરવી પડશે. ઍમ્સના ડોકટરોની પણ આવી જ સલાહ છે. તેમનું પણ કહેવું છે કે વર્તમાન સમયમાં કોરોનાની બીજી લહેર ખતરનાક પુરવાર થઇ છે ત્યારે સૌ પહેલા ઍવો પ્રયત્ન થવો જોઇઍ કે જે લોકો વાયરસની ઝપટમાં સરળતાથી આવી શકે તેમ છે તેમને સૌ પહેલા રસી અપાવી જોઇઍ.

રિપોર્ટમાં ઍ પણ કહેવાયું છે કે કેસ જે પ્રકારે વધી રહ્યા છે તેમાં દરેક સિમ્પ્ટોમેટીક પેશન્ટની તપાસ નહીં કરી શકાય. અત્યારે સારવારની પણ બીજી પધ્ધતિ અપનાવવી પડશે, જેમાં સિંડ્રોમિક મેનેજમેન્ટ પર ભાર મુકવો પડશે.

તો અન્ય ઍક ઘટનાક્રમમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો પર નારાજગી વ્યકત કરતા કહ્નાં છે કે તેઓ પોતાના ફ્રન્ટલાઇન અને હેલ્થ વર્કરોને પ્રાથમિકતાના આધારે રસી નથી આપી રહ્ના. કેન્દ્રઍ આજે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે હાઇ લેવલની મીટીંગ કરી હતી.

 

(10:42 am IST)
  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST

  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST

  • સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષા ૩૧ જુલાઈએ લેવાશે : ગૌણ સેવા પસંદગી મંડળે સીનીયર ક્લાર્કની પરીક્ષા માટેની તારીખ જાહેર કરી દીધી. હવે ૩૧ જુલાઈએ લેવાશે સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષાઓ લેવાશે. અગાઉ ૨૪ જુલાઈનુ આયોજન હતુ પરંતુ હવે તે તારીખ થોડી પાછી લઈ જાય અને ૩૧ જુલાઈ કરવામાં આવી છે. access_time 9:53 pm IST