Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ભાગેડુ મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ પણ ઇડીના રડારમાં : પીએનબી કૌભાંડમાં સક્રિય ભૂમિકા ભજ્વ્યાનું ઉપસ્યું

એક કંપનીમાં મલિક અને અન્ય કંપનીઓમાં ભાગીદાર હોવાનું ખુલ્યું : ડોક્યુમેન્ટ પણ મળ્યા :મોટી રકમનું ટ્રાન્જેક્શન થયું

મુંબઈ : ભાગેડુ મેહુલ ચોક્સીની મુસીબત વધી છે પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની પત્ની પણ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની રડારમાં છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર EDની તપાસમાં પ્રીતિ ચોકસી પણ પીએનબી કૌભાંડમાં ભાગીદાર હોવાનું ઉપસ્યું છે .

તપાસમાં સંકેત મળ્યા છે કે પ્રીતિ ચોકસીએ પણ પીએનબી કૌભાંડમાં સક્રિય ભૂમિકા નિભાવી છે. EDને કેટલીક કંપનીઓમાં ચોકસીની પત્નીની ભાગીદારીના સબુત મળ્યા છે. જેના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે PNB સ્કેમમાં તેની ભૂમિકા પણ સક્રિય રીતે રહી હોવી જોઈએ.

 

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવ્યું છે કે મેહુલ ચોકસીની પત્ની પ્રીતિ ચોકસીએ વર્ષ 2013માં Dion Lily નામના વ્યક્તિની મુલાકાત કરી હતી. જે UAE માં ગીતાંજલિ જેમ્સનો કર્મચારી હતો. તેમના માધ્યમથી સીડી શાહ અને સહાયક નેહા શિંદે સાથે મુલાકાત કરી.

આ પછી તેમણે ત્રણ ઓફશોર કંપનીઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ત્રણેય કંપનીઓના નામ Ms Charing Cross Holdings ltd, Ms Colindale Holdings Ltd और Hillingdon Holdings Ltd હોવાનું જણાવવામાં આવ્યું છે.

 Hillingdon Holdings કંપનીની માલિકીનો હક પ્રીતિના નામ પર છે. આ સિવાય આ વાત પણ સામે આવી છે કે Hillingdon Holdings કંપનીના એકાઉન્ટમાં 2014 માં મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. મોટી વાત એ છે કે જે કંપનીથી આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા ટતે ગીતાંજલિ ગ્રુપ સાથે જોડાયેલી હતી. અને તપાસ અનુસાર દસ્તાવેજમાં પ્રીતિના નામ પર પૈસાની લેવડદેવડ સામે આવી છે.

 

અહેવાલો અનુસાર તપાસમાં જે ડોક્યુમેન્ટ્સ મળ્યા છે તેમાં લાભાર્થીના નામ રૂપે પ્રીતિનું નામ છે અને તેની સહી પણ છે. આ ખુલાસાઓ અંગે પ્રીતિ તરફથી હજી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે તે સતત પોતાના પતિનો બચાવ કરતી રહી છે. તેણે તાજેતરમાં કહ્યું હતું કે તેને એન્ટિગુઆ અને ડોમિનિકાની ન્યાય પ્રણાલીમાં સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ જે બન્યું તેનાથી તે ડરી ગઈ છે.

(11:05 am IST)
  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST

  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST

  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST