Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

મહારાષ્ટ્રના રાજકારણમાં સર્જાઈ રહેલા ઘટનાક્રમ સ્પષ્ટ નિર્દેશ આપે છે, કંઈક મોટું રંધાઈ રહ્યાની બૂ આવી રહી છે

સહુ પ્રથમ ફડનવીસ શરદ પવારને મળ્યા, ત્યારબાદ ભાજપના ફડનવીસ એકનાથ ખડસેને મળ્યા.. ખડસે શરદ પવારને મળ્યા.. સુપ્રિયા સુલે ખડશેને મળ્યા.. દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નરેન્દ્રભાઈ મોદીને મળ્યા.. ત્યારબાદ શિવસેના સાંસદ અને પ્રવકતા સંજય રાઉતે નરેન્દ્રભાઈના ભરપૂર વખાણ કર્યા.. આ બધા વચ્ચે ભારતીય જનતા પક્ષે અર્જન્ટ બેઠક બોલાવી..  શરદ પવારે શિવસેનાના ઇતિહાસની સૂચક યાદ પણ  અપાવી અને છેલ્લે ચૂંટણી વ્યૂહ નિષ્ણાંત પ્રશાંત કિશોર હવે શરદ પવારને મળ્યા છે. મહારાષ્ટ્રમાં કંઈક મોટું ચોક્કસ રંધાઈ રહ્યું છે..

(11:43 am IST)
  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST

  • એક લાખ કરોડ રૂપિયાના IL&FS કૌભાંડમાં માસ્ટર માઈન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ પૂર્વ ચેરમેન રવિ પાર્થશારથીની ધરપકડ : ચેન્નાઈ પોલીસની અપરાધ શાખા એ ધરપકડ કરી :ઈકોનોમિક ઓફિસ (EOW)એ કહ્યું કે પૂર્વ ચેરમેન રવિ પાર્થસારથીના નેતૃત્વમાં IL&FS ફ્રોડ કરવાનું મુખ્ય મથક બની ગયું હતું. access_time 12:41 am IST