Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ભારતની કંપનીઓના ફ્રોઝન સી ફૂડના પેકેજીંગ માંથી કોરોના વાયરસ મળ્યા : ચીને ૬ કંપની ઉપર પ્રતિબંધ લાદ્યો

ભારતથી આવેલા ફ્રોઝન સી ફૂડના પૈકેજીંગમાં કોવિડ વાયરસ મળી આવતા ચીને ૬ જેટલી ભારતીય કંપનીઓના ફ્રોઝન સી ફૂડની આયાત ઉપર એક સપ્તાહ માટે મનાઈ ફરમાવી દીધી છે : ચીન ગયા વર્ષથી જ દુનિયાભરમાંથી આયાત થયેલ ફ્રોઝન ખાદ્ય પદાર્થોની તપાસ કરતી આવી છે : આ પહેલા પણ સમયાંતરે ફ્રોઝન ફૂડના પેકીંગમાંથી વાયરસ મળી આવતા તેની આયાત ઉપર કેટલાક સમય માટે તેના પર પ્રતિબંધ લાદી દેવામાં આવેલ : ડિેસમ્બર ૨૦૧૯મા ચીનના વુહાન શહેરમાં પહેલી વખત કોરોના વાયરસ ફેલાવવાની ખબર મળ્યા પછી ચીને મોટાપાયે તેના નિયંત્રણ માટે પગલાઓ લીધા છે.

(12:58 pm IST)