Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કોવિદ -19 થી થયેલા મોતનું સાચું રિપોર્ટિંગ આપો : સાચા રીપોર્ટિંગના અભાવે કોવિદ -19 થી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને સરકારી રાહત મળી શકતી નથી : મદ્રાસ હાઇકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજીના અનુસંધાને નામદાર કોર્ટે તામિલનાડુ રાજ્ય સરકાર પાસે અહેવાલ માંગ્યો

ચેન્નાઇ : કોવિદ -19  થી મૃત્યુ પામેલા લોકોના  સાચા આંકડા  બહાર પડતા નથી. જેના પરિણામે  આ રોગથી મૃત્યુ પામેલ વ્યક્તિના  પરિવારને સરકારી રાહત મળી શકતી નથી . તેવી જાહેર હિતની અરજી મદ્રાસ હાઇકોર્ટમાં થતા નામદાર કોર્ટે  તામિલનાડુ રાજ્ય સરકારને કોવિદ -19 થી થયેલા મોતનું સાચું  રિપોર્ટિંગ બે સપ્તાહમાં રજૂ કરવા અનુરોધ કર્યો છે.

મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનરજી અને ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિની ખંડપીઠે આ મુદ્દાને મહત્વનો ગણાવ્યો હતો. જેને  ધ્યાને લઈને સરકારને વિનંતી કરી છે કે બે અઠવાડિયામાં  પ્રાથમિક અહેવાલ રજૂ કરવામાં આવે.

નામદાર કોર્ટે રાજ્ય સરકારને મોકલેલી નોટિસમાં જણાવ્યા મુજબ સમગ્ર  દેશમાં આ ફરિયાદ જોવા મળે છે કે રોગચાળાને કારણે થતાં તમામ મૃત્યુ યોગ્ય રીતે નોંધાયા નથી.

COVID-19 ના મૃત્યુનું સચોટ રિપોર્ટિંગ ભવિષ્યના અધ્યયનમાં મદદ કરશે તે ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં તાત્કાલિક ચિંતા એ છે કે કોવિદ -19 ને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોને સરકારી રાહત મળી શકશે નહીં . તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:06 pm IST)
  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST

  • હવે રાજ્યપાલોની ફેરબદલી અને નિમણૂકોનો દોર આવી રહ્યો છે અડધો ડઝન રાજ્યપાલોની નિમણૂકો માટેનો તખ્તો તૈયાર થઈ ગયાનું જાણવા મળે છે. હાલના એકથી બે ગવર્નરોને અન્ય રાજ્યોમાં ફેરવવામાં આવે તેવી પણ શક્યતા આવો ચર્ચાઈ રહી છે.. access_time 8:58 pm IST