Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

બીજી લહેરમાં ધારાવી કેમ સુરક્ષીત રહ્યું?

૮ લાખની વસ્તી ધરાવતા ધારાવીમાં અત્યાર સુધી ૬૯૦૦ સંક્રમિત થયા, ૬૫૦૦ સાજા થયા, ૩૫૯ લોકોએ જીવ ગુમાવ્યો

મુંબઈઃ અપ્રિલ-મેં માં ઓકસીજન-દવાની અછત ને લઈને  આરોપ અને પ્રત્યારોપની વચ્ચે સુપ્રીમ કોર્ટ એ મુંબઈના ધારાવી મોડલએના તો માત્ર પ્રશંસા કરી બલકે તેનાથી બોધ મેળવવા માટે જણાવ્યું, મહાનગરની વચ્ચો વચ અઢી કિમીમાં ફેલાયેલ ૮ લાખથી વધુ વસ્તી વાળી જુગ્ગી વસાહત ધારાવીને લઈને સૌથી વધુ આશંકા હતી, ધારાવી બીજી લહેરમાં સુરક્ષિત રહી હતી, ગયા વર્ષે મહાનગરપાલિકા તરફથી કરવામાં આવેલા તૈયારીઓ કામ લાગી હતી, પ્રશાસન આગોતરી તૈયારી અને સ્થાનીક લોકોની સજાગતા- સાવધાનીને કારણે આફત લગભગ ટળી ગઈ હતી, ઘારાવી માં અત્યાર સુધીમાં લગભગ ૬,૯૦૦ સંક્રમિત સામે આવ્યા છે, તેમાંથી ૬,૫૦૦ સાજા થઈ ચૂકયા છે, મહામારી થી ૩૫૯ લોકોએ જીવ ગુમાવ્યો છે.

 ૮ લાખ થી વધુ વસ્તીવાળા વિસ્તારોમાં માત્ર ૧૯ એકટીવ કેસ આવ્યા હતા.  દેશમાં કોરોનાથી લડવા માટે ધારાવી મોડલ અસરકારક સાબિત થઇ શકે છે.

કેસ ઓછા, કામ ચાલુ

મુંબઈમાં જી-નોર્થ વોર્ડ ના સહાયક આયુકત કિરણ દિવાકર એ જણાવ્યું કે કેસ ઓછા થયા પણ ટેસ્ટીંગ ચાલુ રાખવામાં આવ્યું છે.

હાલ રશીકરણ કાર્ય ચેલેન્જ

કોરોનાની બન્ને લહેરને હરાવીને ધારાવીમાં લોકો ભ્રમિત (અસમંજસ)ના કારણે વેકસીન નથી લગાવી રહ્યા, ૨૧ હજાર રશી આપવામાં આવી છે,

WHO એ કરી પ્રશંસા

ગયા વર્ષે ધારાવીમાં કોરોનાની એન્ટ્રી થયા પછી બીએમસી અને સરકારીની ઊંઘ ઉડી ગઈ, ચિંતા હતી કે સંક્રમણ થી હાલાત બગડી શકે છે, બીએમસીએ યોજના બનાવીને સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કર્યો હતો, કેમિકલ નો છંટકાવ કરવામાં આવ્યો હતો, ઘરે-ઘરે ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું, રોગ પ્રતિકારક શકિત વધરવા માટે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, કવોરંટાઈન- સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી, ફિલિપાઈન્સ અહીયાના સારવારનું અધ્યયન કર્યું હતું, કોરોના ઉપર કાબુ મેળવવા માટે ધારાવી મોડલ ની WHO એ પ્રશંસા કરી હતી.

ચાર 'ટી' ઉપર ધ્યાન કેન્દ્રિત

ધારાવી મોડલ ચાર ટી- ટેસ્ટીંગ, ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ ઉપર આધારિત છે, પોલીસની સાથે સ્થાનિક લોકોનો સહયોગ લીધો, સ્વાસ્થ્ય કર્મચારિયોને ટ્રેનીંગ આપી હતી, 'ચેન્જ ધ વાઈરસ' અંદોલન ચલાવામાં આવ્યું, દર્દીઓને આવવાની રાહ ના જોઈ, બીએમસીના લોકોએ ખુદ ઘરે-ઘરે ગયા, સંકર્મીતોને હોસ્પિટલ મોકલ્યા હતા.

(3:23 pm IST)
  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST

  • એક લાખ કરોડ રૂપિયાના IL&FS કૌભાંડમાં માસ્ટર માઈન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ પૂર્વ ચેરમેન રવિ પાર્થશારથીની ધરપકડ : ચેન્નાઈ પોલીસની અપરાધ શાખા એ ધરપકડ કરી :ઈકોનોમિક ઓફિસ (EOW)એ કહ્યું કે પૂર્વ ચેરમેન રવિ પાર્થસારથીના નેતૃત્વમાં IL&FS ફ્રોડ કરવાનું મુખ્ય મથક બની ગયું હતું. access_time 12:41 am IST

  • ઉત્તર પ્રદેશમાં ઝડપભેર નવા બનાવો આકાર લઇ રહ્યા છે: આનંદીબેનને મળતા આદિત્યનાથ :અત્યારે રાત્રે મળતા અહેવાલો પ્રમાણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલને મળવા ગયા છે. ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળમાં ઝડપભેર મહત્વના ફેરફારો આવી રહ્યાના સ્પષ્ટ નિર્દેશો મળે છે access_time 9:12 pm IST