Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

અમેરિકાનું ગાઇડેડ મીસાઇલ ક્રુઝર પહોંચ્યું કરાંચી

પેસેજ એકસરસાઇઝ થઇ હોવાનું કહયું પાક નેવીએ

ઇસ્લામાબાદઃ અમેરિકન નૌસેનાનું ગાઇડેડ મીસાઇલ જંગી જહાજ યુએસએસ મોંટ્રેરે કરાંચી પહોંચ્યુ છે. પાકિસ્તાન નેવી મીડીયા વિંગે આની આપી છે અને ડીજીપીઆર (નેવી)એ આ અંગે ટવીટ પણ કર્યુ છે. ડીજીપીઆર નેવીએ જહાજ પેસેજ એકસસાઇઝમાં ભાગ લઇ રહયા છે. આ એકસરસાઇઝમાં કેટલીક સીમેન શીપ અને વોરફેર ડ્રીલ કરવામાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને બંને નૌસેના વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે.

ડીજીપીઆર (નેવી)નું કહેવું છે કે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો આ વિસ્તારમાં સુરક્ષિત સમુદ્રો પરિવહન માટે પણ બહુ મહત્વપૂર્ણ બનશે. આના માટે બંને નૌસેનાના કમાંડરોની આપસમાં વાત પણ થઇ છે. પાક નેવીએ આશા વ્યકત કરી છે કે આ પ્રકારની એકસરસાઇઝ બંને દેશો વચ્ચે ભવિષ્યમાં પણ સંબંધો મજબૂત બનાવશે. ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન નેવી ૨૦૦૪ થી જ કોલીશન મેરીટાઇમ કેમ્પેઇન પ્લાનમાં ભાગીદારી નિભાવી રહયું છે.

(3:25 pm IST)