Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

રસીકરણ બાબતે રાહુલે કેન્દ્ર પર તાકયુ નિશાન

સ્મૃતિ ઇરાનીએ આપ્યો જવાબ

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ રસીકરણ માટેના ઓનલાઇન રજીસ્ટ્રેશન પર સવાલ ઉઠાવતા કહયું કે જે વ્યકિત રસીકરણ કેન્દ્ર  પર જાય તેને રસી મળવી જોઇએ. રસી માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પુરતુ નથી. જેમની પાસે ઇન્ટરનેટ ન હોય તેમને પણ જીવવાનો અધિકાર છે. આના બે કલાક પછી જવાબમાં સ્મૃતિએ કહયુ, 'બાવળીયા વાવો તો આંબા કયાંથી ઉગે? જે સમજદાર છે તેમણે જરૂર સમજવું જોઇએ. કેન્દ્ર સરકારે રાજયોને રસીકરણ કેન્દ્ર પર રજીસ્ટ્રેશન કરવાની મંજૂરી આપી જ છે. એટલે ભ્રમ ના ફેલાવો, રસી લઇ લો.'

અત્રે ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકારે ગયા મહિને એક અધિસૂચના જાહેર કરી હતી જેમાં કહેવાયુ હતુ કે ૧૮ થી ૪૪ વર્ષના જે લોકો પાસે સ્માર્ટ ફોન નથી અથવા ઇન્ટરનેટ સુધી પહોંચ નથી, તેઓ રસીકરણ કેન્દ્ર પર જઇને કોવિડ ડીજીટલ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને રસી લઇ શકે છે.

(3:26 pm IST)