Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

સેન્સેકસ નિફ્ટી ઓલ ટાઇમ હાઈ, સેન્સેકસ ૫૨,૫૦૦ ઉપર

બીએસઈ સેન્સેકસ ૨૫૦ પોઇન્ટ વધીને ૫૨,૫૫૦ પર પહોંચ્યોં: નેશનલ સ્ટોક એકસચેંજનો નિફ્ટી પણ ૧૫,૮૦૦ નો આંક પાર કરી ગયો.

મુંબઇ, તા.૧૧: શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ ડે પર ભારતનું દ્યરેલુ શેરબજાર મજબૂત ઉછાળા સાથે ખુલ્યું હતું અને શરૂઆતના કારોબારમાં ઓલ ટાઇમ હાઈના સ્તરે પહોંચ્યું હતું. બીએસઈ સેન્સેકસ ૨૫૦ અંક એટલે કે ૦.૪૮ ટકા વધીને ૫૨,૫૫૦ પોઇન્ટ પર પહોંચી ગયો છે. જયારે નેશનલ સ્ટોક એકસચેંજનો નિફ્ટી પણ ૧૫,૮૦૦ નો આંક પાર કરી ગયો. બેન્કો, આઈટી અને મેટલ કંપનીઓના શેર્સમાં સૌથી વધુ ફાયદો થયો હતો. ૨:૩૦ કલાકે સેન્સેકસ ૨૨૯ પોઇન્ટ વધીને ૫૨૫૩૦ તથા નીફટી ૬૬ પોઇન્ટ વધીને ૧૫૮૦૪ ઉપર છે.

સેન્સેકસ શેરોમાં પાવરગ્રીડ સૌથી વધુ ૨ ટકા વધ્યો હતો. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઓએનજીસીના શેરમાં એક ટકાનો વધારો થયો છે. સેન્સેકસના ૩૦ માંથી ૨૫ શેરમાં માર્કેટ ખૂલતાવેંત તેજી જોવા મળી છે. નિફ્ટીના તમામ ઇન્ડેકસ ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી મેટલ ઇન્ડેકસમાં ૧.૫.. ટકાનો સૌથી મોટો ઉછાળો રહ્યો છે. બ્રોડર માર્કેટમાં બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેકસ અનુક્રમે ૦.૬ ટકા અને ૦.૮ ટકા વધ્યા છે.શુક્રવારે કુલ ૫૭ કંપનીઓ તેમના માર્ચ કવાર્ટરના પરિણામો જાહેર કરશે. તેમાં બીઈએમએલ, ભેલ, સીજી પાવર, કોચિન શિપયાર્ડ, ડીએલએફ અને સન ટીવી શામેલ છે.

શરૂઆતના કારોબારમાં સેન્સેકસમાં પાવરગ્રીડમાં બે ટકાનો ઉછાળો આવ્યો હતો. આ સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, એચસીએલ ટેક, સન ફાર્મા, ઇન્ફોસીસ અને એચડીએફસીમાં પણ તેજી જોવા મળી. માર્કન્સ ફાર્મા ૮૩, વેબેગ ૩૫૬ એનબીસી પપ, રિલાયન્સ ૨૨૧૮, પાવરગ્રીડ ૨૪૫, ટીસીએસ ૨૭૬, એચસીસી ૯૮૫ ઉપર છે.

બીજી બાજુ બજાજ ફિનસર્વ, એચયુએલ, બજાજ ફાઇનાન્સ, ટાઇટન અને ટેક મહિન્દ્રા રેડમાં કારોબાર કરી રહ્યા હતા. અગાઉના સત્રમાં સેન્સેકસ ૩૫૮.૮૩ પોઇન્ટ અથવા ૦.૬૯ ટકા વધીને ૫૨,૩૦૦.૪૭ પર હતો અને નિફ્ટી ૧૦૨.૪૦ પોઇન્ટ અથવા ૦.૬૫ ટકા વધીને ૧૫,૭૩૭.૭૫ પર બંધ થયા છે. શેર બજારના કામચલાઉ આંકડા મુજબ ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) એ એકંદર ધોરણે રુ. ૧,૩૨૯.૭૦ કરોડના શેર ખરીદ્યા હતા.

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઇલ બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૫ ટકા દ્યટીને ઼ ૭૨.૧૨ ડોલરના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

(4:02 pm IST)
  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST

  • અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) એ ભારતની કોવેકસીન રસી લોન્ચ કરવામાં વિલંબ કરતાં કોવેકસીન રસીના અમેરિકામાં ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન ની ભારત બાયોટેકની દરખાસ્તને નકારી કાઢી છે. ભારત બાયોટેકના યુએસ પાર્ટનર ઓક્યુજને ગુરુવારે કહ્યું હતું કે કંપની હવે કોવેક્સિનની સંપૂર્ણ મંજૂરી માંગશે. USFDA દ્વારા કંપનીને વધારાની ટ્રાયલ શરૂ કરવા કહેતા, આના પરિણામેં હવે કંપની બાયોલોજીક્સ લાઇસન્સ એપ્લિકેશન (BLA) માટે ફાઇલ કરી શકશે, જેને અમેરિકામાં સંપૂર્ણ મંજૂરી ગણાય છે. access_time 11:58 am IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST