Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ભાજપ ડૂબતી બોટ છે, જેને તેમના રથ પર સવાર થવું હશે તે થઇ જાય, પણ અમે સવાર થઇશું નહીં.

સાંસદ અનુપ્રિયા પટેલ અને સંજય નિષાદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે મુલાકાત બાદ રાજકીય અટકળ વચ્ચે ઓમપ્રકાશ રાજભરેનું મોટું નિવેદન

ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અંગે અટકળો વચ્ચે સાંસદ અનુપ્રિયા પટેલ અને સંજય નિષાદે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહ સાથે મુલાકાત કરી છે. આ અંગે યુપીનાં રાજકારણમાં અટકળો શરૂ થઈ ગઇ છે. આ દરમ્યાન સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીનાં અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે ભાજપ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, 'ભાજપ ડૂબતી બોટ છે, જેમણે તેમના રથ પર સવાર થવુ છે તે થઇ જાય, પણ અમે સવાર થઇશું નહીં.'

   ઓમપ્રકાશ રાજભરે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, 'ભાજપ ડૂબતી બોટ છે, જેમણે તેમના રથ પર સવાર થવુ છે તે થઇ શકે છે, પણ અમે સવાર થઇશું નહીં. જ્યારે ચૂંટણી નજીક હોય છે, ત્યારે તેઓને પછાત વર્ગની યાદ આવે છે. જ્યારે મુખ્ય પ્રધાન બનાવવાની વાત આવે છે, ત્યારે તેઓ તેમને બહારથી લાવે છે અને બનાવે છે. અમે જે મુદ્દા પર સમજૂતી કરી હતી તેના પર સાડા ચાર વર્ષ વીતી ગયા, એક પણ કાર્ય પૂર્ણ થયું નથી.'

 તેમણે વધુમાં લખ્યું કે,'યુપીમાં શિક્ષકોની ભરતીમાં પછાત વર્ગનો હક લૂંટી લેવામાં આવ્યો છે, પછાત વર્ગને હિસ્સો નહીં અપાવતી ભાજપા કયા મોંઢે પછાત વર્ગની વચ્ચે વોટ માંગવા આવશે?  તેમને ફક્ત મતો માટે પછાત યાદ છે. અમે ભાગીદારી સંકલ્પ મોરચો બનાવ્યો છે, જે પણ ઉત્તર પ્રદેશમાં ભાજપાને હરાવવા માંગે છે, અમે તેની સાથે ગઢબંધન કરવા તૈયાર છીએ .

 અત્રે ઉલ્લેખનીય છે કે, યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં કાલે અચાનક બે દિવસ માટે દિલ્હી પહોંચવાની સાથે જ યુપીની પોલિટિક્સમાં અટકળોનો બજાર ગરમ થઇ ગયો હતો. ભાજપનાં રાજ્ય સંગઠનમાં ફેરફારની સાથે સાથે યુપી સરકારનાં મંત્રીમંડળમાં પણ ફેરબદલનો માહોલ છે. તેથી, તેમની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

   અપના દળ (એસ) નાં પ્રમુખ અને સાંસદ અનુપ્રિયા પટેલે ગૃહમંત્રી શાહની સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ એકવાર ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે અનુપ્રિયા ફરીથી મોદી કેબિનેટમાં જોડાશે. જો સૂત્રોનું માનીએ તો અનુપ્રિયાએ અમિત શાહ સાથે ઉત્તર પ્રદેશમાં કેન્દ્રની સાથે સંભવિત કેબિનેટ વિસ્તરણમાં અપના દળનાં પ્રતિનિધિત્વ વિશે વાત કરી હતી. યુપીમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને રાજ્ય નિગમ અને આયોગમાં પક્ષનાં નેતાઓને શામેલ કરવા જણાવ્યું હતું

(6:42 pm IST)