Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ગધેડાઓ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ બન્યા : ચીન માટે ઉછેરીને કરે છે રેકોર્ડબ્રેક નિકાસ

પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા ઝડપથી વધી: ચીન દવા બનાવામાં કરે છે ગધેડાનો ઉપયોગ

નવી દિલ્હી : ગધેડાઓ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ બની ગયા છે, પાકિસ્તાન હાલમાં ગધેડાની નિકાસ કરીને વિદેશી મુદ્રા કમાઇ રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં, નિકાસ કર્યા પછી પણ પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા ઝડપથી વધી છે.ચીનમાં, ગધેડાઓનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે. ચીનની આ જરૂરિયાત પૂરી કરવા માટે પાકિસ્તાન તેમને યોગ્ય રીતે જાળવે છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યામાં વધારો થયો છે.

 પાકિસ્તાન આર્થિક સર્વે 2020-21માં આ માહિતી આપવામાં આવી છે.પાકિસ્તાનના નાણાં પ્રધાન શૌકત તારિને ગુરુવારે પાકિસ્તાન આર્થિક સર્વે 2020-21 બહાર પાડ્યો, જે મુજબ પાકિસ્તાનમાં ઘોડા અને ખચ્ચરની સંખ્યામાં છેલ્લા એક વર્ષ દરમિયાન સ્થિરતા રહી છે.

   પાકિસ્તાન ચીનમાં ગધેડાની નિકાસ કરે છે જેની સ્કિનનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે. પાકિસ્તાનથી ચીન સુધી ગધેડાની નિકાસ કરવામાં આવી રહી છે, જેની ત્યાં ઘણી કિંમત છે. પાકિસ્તાન આમાંથી ઘણું કમાય છે. ગધેડાઓની સ્કિનનો ઉપયોગ ખાસ કરીને પરંપરાગત ચાઇનીઝ દવાઓના ઉત્પાદનમાં થાય છે ગધેડાની ત્વચામાંથી તૈયાર કરવામાં આવેલ જીલેટીનને ઓષધીય ગુણધર્મો વાળું હોવાનું કહેવામાં આવે છે. તે લોહી અને રોગપ્રતિકારક શક્તિને સુધારે છે.

 આર્થિક સર્વે મુજબ, વર્ષ 2019-20 ની તુલનામાં 2020-21માં પાકિસ્તાનમાં પ્રાણીઓની સંખ્યામાં 19 લાખનો વધારો થયો છે. તે જ સમયે, ગધેડાઓની સંખ્યા 55 લાખથી વધીને 56 લાખ થઈ ગઈ છે. આર્થિક સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં પ્રાણીઓની કુલ સંખ્યા 2 કરોડ 13 લાખ 10 હજાર થઈ ગઈ છે, જ્યારે 2019-20 દરમિયાન પાકિસ્તાનનો આ આંકડો 2 કરોડ સાત લાખ હતો

(9:57 pm IST)