Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

એક વર્ષમાં ખ્યાલ આવશે કે કોરોનાથી બચવા બુસ્ટર ડોઝની જરૂરિયાત પડશે કે નહિ : WHO

સાઉથ આફ્રિકામાં ત્રીજી લહેરે દસ્તક દેતા કોરોના સામે લડતા સમગ્ર વિશ્વને ઝટકો

નવી દિલ્હી : કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝની જરૂર કેવી રીતે પડશે અને કેટલા સમયમાં પડશે તે વિશેની જાણ આ વર્ષના અંત સુધીમાં થશે. WHOએ આ વિશે જાણકારી આપતા કહ્યું છે કે દુનિયાભરમાં આ વિષય પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. આ રિસર્ચ પૂરું થતાં લગભગ એક વર્ષ વીતી જશે. ત્યારે ખબર પડશે કે કોરોનાના બુસ્ટર ડોઝની જરૂરિયાત ઊભી થશે કે નહીં. 

ભારત સહિત આખું વિશ્વ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ કહેર મચાવી રહી છે. એપ્રિલ અને મે મહિનામાં મહામારીએ જે તબાહી મચાવી તેનાથી આખો દેશ હચમચી ઉઠ્યો હતો. અત્યારે કોરોના વાયરસના કેસ તો ઘટયા છે પરંતુ મૃત્યુ પામતા લોકોની સંખ્યા હજુ વધારે છે. ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવે તો તેના સામે લડવા માટેની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે સાઉથ આફ્રિકામાં ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. કોરોના સામે ધીમે ધીમે જીત તરફ આગળ વધી રહેલા વિશ્વ માટે આ મોટો ઝટકો  છે

આ ગાઈડલાઇન મુજબ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માસ્ક પહેરવાની જરૂર નથી. આ ઉપરાંત 6 વર્ષથી લઈ 11 વર્ષ સુધીના બાળકો માટે પણ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી. આ ગાઈડલાઈન મુજબ આ ઉંમરના બાળકોએ પોતાના માતા પિતાના માર્ગદર્શન હેઠળ અને તેમની દેખરેખમાં માસ્ક પહેરવું જોઈએ. આ પેહલા WHO એ પોતાની નવી ગાઈડલાઇનમાં 12 વર્ષથી ઉપરના તમામ બાળકોને માસ્ક ફરજિયાતપણે પહેરવા માટેના નિર્દેશ આપ્યા હતા.

 WHO એ પણ કહ્યું કે 5 વર્ષથી ઓછી ઉંમર વાળા બધા જ બાળકોએ માસ્ક પહેરવું નહીં. આ ઉપરાંત સિટી સ્કેનનો ઉપયોગ પણ યોગ્ય સમયે કરવાની સલાહ આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે ડોક્ટરો બાળકોના સિટી સ્કેન કરતા સમયે બહું જ સંવેદનશીલતા વર્તવી જોઈએ. ત્યારે રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને કહેવામાં આવ્યું છે કે એફિકેસી ડેટાની અછતના કારણે બાળકોમાં આનો ઉપયોગ નહીં કરવો જોઈ

(11:24 pm IST)