Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

૧૫-૧૬ જૂન સુધીના ૪ - ૫ દિવસો કોસ્ટલ કર્ણાટક, ગોવા, રત્નાગીરી સહિતના વિસ્તારોમાં વર્ષનો સૌથી ભારે સુપર વરસાદ પડવાની સંભાવના : મોન્સૂન વોરટેક્સ સર્જાશે : ૮ થી ૪૦ ઇંચ વરસાદની પુરી શકયતા

નવી દિલ્હી : આવતીકાલે શનિવારથી ૧૫-૧૬ જૂન સુધીના  ૪-૫  દિવસો કોસ્ટલ કર્ણાટક, ગોવા, રત્નાગીરી સહિતના વિસ્તારોમાં વર્ષનો સૌથી ભારે સુપર  વરસાદ પડવાની સંભાવના હોવાનું જાણીતા વેધર એનાલિસ્ટ કેન્ની તેમના ટ્વિટર હેન્ડલ પર જણાવે છે. આ દિવસોમાં ભારે પુરની સંભાવના હોય સલામત રહેવા અને ટ્રાવેલિંગ નહીં કરવા પણ જણાવ્યું છે.

તેમણે લખ્યું છે કે મોન્સૂન વોરટેક્સ રત્નાગીરી, ગોવા અને બેંગલોર વચ્ચે કોઇ પણ સ્થળે સર્જાવાની શક્યતા છે. 

ટ્વિટર હેન્ડલ પર વિશેષમાં કેન્નીએ લખ્યું છે કે ઉડુપી,  ભટકલ, કુંડાપુરા, ભાગમંડલ, કુમટા, કરવાર અને રત્નાગીરી પંથકમાં ૨૮ થી ૪૦ ઇંચ વરસાદની સંભાવના છે. 

જ્યારે મુંબઈ, ગોવા, નવી મુંબઈ, કલ્યાણ, કોચી,  કોઝીખોડે પંથકમાં ૧૬ થી ૨૪ ઇંચ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. 

કેન્ની લખે છે કે ગોરેગામ, પાલઘર, કોલલ્મ, અલપુઝહા પંથકમાં આ સમયગાળા દરમિયાન ૧૨ ઇંચ કે તેથી પણ વધુ અનરાધાર વરસાદની શકયતા છે.

જ્યારે વલસાડ અને દહાણું વિસ્તારમાં ૮ ઇંચ આસપાસ વરસાદની ધારણા છે.

(12:18 am IST)