Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

કર્ણાટકમાં તાત્કાલિક અસરથી જાહેર સ્થળોએ હવે માસ્ક પહેરવાનું ફરજીયાત : કોરોના કેસ વધતા નિયંત્રણો લાગુ

તમામ જાહેર સ્થળો, બસો, ખાનગી વાહનો, મોલ, શૈક્ષણિક સંસ્થાઓમાં માસ્ક પહેરવાનું ફરજિયાત: રાજ્યના આરોગ્ય કમિશનરે જારી કર્યો આદેશ

કર્ણાટકમાં કોરોનાવાયરસના કેસોમાં વધારા સાથે કર્ણાટક સરકારે શુક્રવારે રાજ્યમાં કોવિડ નિયંત્રણો લાદ્યા અને સામાન્ય લોકો માટે તાત્કાલિક અસરથી માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે . આરોગ્ય કમિશનરે શુક્રવારે આદેશ જારી કરીને તમામ જાહેર સ્થળો, બસો, ખાનગી વાહનો, મોલ, શૈક્ષણિક સંસ્થાઓમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે.

રાજ્ય સરકારે કહ્યું કે રેસ્ટોરન્ટ, પબ, હોટેલ, હોસ્ટેલ, ઓફિસ (પ્રાઇવેટ, પબ્લિક) ફેક્ટરીઓના સ્ટાફે પણ ફરજિયાતપણે માસ્ક પહેરવા જોઈએ.

(12:05 am IST)