Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ભાજપના પૂર્વ પ્રવકતા નૂપુર શર્મા અને નવીનચંદ્ર જીન્‍દાલ દ્વારા કરાયેલી વિવાદાસ્‍પદ ટિપ્‍પણી સામે દેશભરના અનેક રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં શુક્રવારની નમાજ બાદ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્‍યા હતા

નવી દિલ્‍હી : ૪૦ પોલીસ જવાનો અને અધિકારીઓને ઈજા થઈ છે : લઘુમતી સમુદાયના સભ્‍યો બપોરની નમાઝ બાદ તરત જ રસ્‍તા પર આવી ગયા હતા : જો કે ગુજરાત, દિલ્‍હી, જમ્‍મુ અને કાશ્‍મીર, મધ્‍યપ્રદેશ, કર્ણાટક, બિહાર, મહારાષ્‍ટ્ર અને તેલંગણામાં દેખાવો મોટેભાગે શાંતિપૂર્ણ હતા : ઉત્તરપ્રદેશ, બંગાળ અને ઝારખંડમાં ફાટી નીકળેલી હિંસામાં લગભગ ૪૦ પોલીસ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા

(12:02 pm IST)