Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ઇતિહાસકારોએ મુઘલોને મહત્વ આપ્યુ : જ્યારે અન્ય સામ્રાજ્યોને અવગણ્યાઃ અમિતભાઇ

નવી દિલ્હી,તા. ૧૧ : કેન્દ્રિય મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું કે ઈતિહાસકારોએ માત્ર મુઘલોના ઈતિહાસને મહત્વ આપ્યો, જયારે અન્ય મહાન સામ્રાજય જેમ કે પંડ્યા, ચોલા, મોર્યા અને ગુપ્તા સહિતના સામ્રાજયોની અવગણના કરી છે.
મહારાણા – શસ્ત્ર વર્ષા કા ધર્મ યુદ્ઘ પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં અમિતભાઇ શાહે જણાવ્યું કે સંસ્કૃતિ, ભાષા અને ધર્મના રક્ષણ માટે ૧૦૦૦ વર્ષ સુધી યુદ્ઘ ચાલ્યું, જોકે એ વ્યર્થ ગયું નથી. ભારત વિશ્વ સમક્ષ સન્માન સાથે ઉભું છે અને તેના ગૌરવને હવે માન્યતા આપવામાં આવી છે. અમિત શાહે કહ્યું કે હુ ઈતિહાસકારોને કહેવા માંગુ છું કે દેશમાં ઘણા સામ્રાજયો હતા પરતું તેમણે માત્ર મુઘલો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પંડ્યા સામ્રાજયએ ૮૦૦ વર્ષ, અહોમ સામ્રાજયએ – ૬૫૦ વર્ષ સુધી રાજ કર્યું હતું. પલ્લવા અને ચોલા સામ્રાજયે પણ ૬૦૦ – ૬૦૦ વર્ષ સુધી રાજ કર્યું છે.
મૌર્ય શાસકોએ અફઘાનિસ્તાન થી શ્રીલંકા સુધી ૫૫૦ વર્ષ સુધી રાજ કર્યું છે. ગુપ્તા સામ્રાજયએ ૪૦૦ વર્ષ સુધી અને સમુદ્રગુપ્તાએ પ્રથમવાર સમગ્ર દેશને એક કર્યો હતો. પરતું પુસ્તકોમાં આ બાબતોનો કોઈ ઉલ્લેખ જોવા મળતું નથી. ગૃહમંત્રીએ કહ્યું કે પુસ્તકોમાં આ સામ્રાજયો વિશે પણ લખવામાં આવું જોઈએ અને જો આ લખવામાં આવશે તો સત્ય સામે આવશે. જયારે આપણે પ્રયાસ કરશું તો જુઠ્ઠાણું આપોઆપ નાનું થતું જશે. આજે આપણને સત્ય લખતા કોઈ રોકી શકતું નથી. હવે આપણે સ્વતંત્ર છીએ અને આપણો ઈતિહાસ લખી શકીએ છીએ.  

 

(12:19 pm IST)