Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

પ.બંગાળના હાવડામાં ફાટી નીકળી હિંસા : પોલીસ પર પથ્‍થરમારો : ઇન્‍ટરનેટ બંધ

ટીયરગેસના સેલ છોડયા : નૂપુર શર્માના વિવાદાસ્‍પદ નિવેદનને લઇને હોબાળો

કોલકત્તા તા. ૧૧ : નુપુર શર્માના વિવાદાસ્‍પદ નિવેદનને લઈને દેશના ઘણા ભાગોમાં હંગામો ચાલી રહ્યો છે. શુક્રવાર, ૧૦ જૂને, પヘમિ બંગાળના હાવડા સહિત ઘણા શહેરોમાં હિંસાના છબકલા થયા હતા. હવે હાવડામાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. અહીં ટોળાએ પોલીસ પર પથ્‍થરમારો કર્યો, પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી અને ટીયર ગેસના સેલ છોડ્‍યા. સ્‍થિતિને જોતા ઈન્‍ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.

પヘમિ બંગાળના હાવડામાં ગઈકાલની હિંસા બાદ કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી, પરંતુ આજે સવારે ફરી એકવાર ભીડ એકત્ર થઈ ગઈ અને જોરદાર પથ્‍થરમારો શરૂ કર્યો. પોલીસે સ્‍થળ પર કોઈ રીતે પરિસ્‍થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ભારે પોલીસ બંદોબસ્‍ત સ્‍થળ પર તૈનાત છે. આ વિસ્‍તારમાં સ્‍થિતિ તંગ છે.

હાવડામાં સસ્‍પેન્‍ડ કરાયેલા બીજેપી નેતા નુપુર શર્મા અને હાંકી કાઢવામાં આવેલા નેતા નવીન જિંદાલના વિવાદાસ્‍પદ નિવેદન વિરૂદ્ધ લોકોએ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ વાન અને પોલીસ બૂથને આગ ચાંપી દીધી હતી. સ્‍થળ પર ભારે પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી અને ટોળાને વીખેરવામાં આવ્‍યુ હતુ. આ લોકો નુપુર શર્માની ધરપકડ માટે વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે નુપુર શર્માની તાત્‍કાલિક ધરપકડ થવી જોઈએ. ભાજપના સસ્‍પેન્‍ડેડ પ્રવક્‍તાએ એક ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્‍મદ વિશે વાંધાજનક ટિપ્‍પણી કરી હતી, ત્‍યાર પછી દેશ અને દુનિયામાં તેમના વિશે ઘણી ચર્ચા થઈ હતી. આ નિવેદન બાદ હોબાળો જોતા ભાજપે તેમને સસ્‍પેન્‍ડ કરી દીધા હતા. આ સાથે પાર્ટીએ નિવેદન બહાર પાડ્‍યું હતું.

(3:08 pm IST)