Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

એલઆઇસીના શેરોમાં સતત ઘટાડાથી સરકાર ચિંતામાં ભાવ વધારવા માટે કરી રહી છે આયોજન

નવી દિલ્‍હી તા. ૧૧: ભારતીય જીવન વિમા નિગમ (એલઆઇસી) ના શેર ૧૭ મે એ ૮૭ર રૂપિયે લીસ્‍ટીંગ થયો હતો. સરકારે એક મહત્‍વપુર્ણ પગલું ઉઠાવતા એક આઇપીઓ પછી એલઆઇસીના શેરોનું મુલ્‍ય ૯૪૯ રૂપિયા નકકી કર્યું હતું જેને ૩ ગણાથી વધારે પ્રતિસાદ મળ્‍યો હતો. જોકે લીસ્‍ટીંગના દિવસથી આ શેર ઇશ્‍યુ પ્રાઇઝથી નીચે જ ચાલી રહ્યો છે. આ શેરે અત્‍યાર સુધીમાં ૭૦૮.૭૦નું તળીયું અને ૯ર૦ નું ઉંચુ સ્‍તર જોયું છે.
રોકાણ અને જાહેર સંપતિ પ્રબંધન વિભાગ (દીપમ) ના સચિવ તુહીનકાંત પાંડેએ કહ્યું કે અમે એલઆઇસીના શેર ભાવોમાં આવેલ ઘટાડાથી ચિંતીત છીએ પણ આ ઘટાડો હંગામી છે. લોકોને એલઆઇસીની મૂળભૂત વાળો સમજવામાં સમય લાગશે. એલઆઇસી મેનેજમેન્‍ટ આ બધા પાસાઓ ધ્‍યાનમાં રાખશે અને શેર હોલ્‍ડર્સ માટે ભાવ વધારશે.

 

(3:26 pm IST)