Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રેલ્‍વેની ૮ મોનસૂન સ્‍પેશિયલ ટ્રેન શરૂ : ૩૧ ઓક્‍ટોબર સુધી દોડશે

 નવી દિલ્‍હી,તા.૧૧ : ભારતીય રેલ્‍વે લોકોને રાહત આપવા માટે તમામ સુવિધાઓ પુનઃસ્‍થાપિત કરી રહી છે. મુસાફરોની વધતી સંખ્‍યાને ધ્‍યાનમાં રાખીને રેલવે દ્વારા ઘણી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં, સમર સ્‍પેશિયલ ટ્રેનો પણ ચલાવવામાં આવી છે, જે ઉત્તર -પ્રદેશ, બિહાર, રાજસ્‍થાન, ગુજરાત અને અન્‍ય રાજ્‍યો માટે ચલાવવામાં આવી રહી છે. સાથે જ હવે રેલ્‍વે ચોમાસુ સ્‍પેશિયલ ટ્રેન દોડાવવા જઈ રહી છે.

 ભારતીય રેલ્‍વે ૮ મોનસૂન સ્‍પેશિયલ ટ્રેનો દોડાવશે, જેમાંથી કેટલીક ટ્રેનો ૧૦ જૂનથી ચલાવવામાં આવી છે અને કેટલીક ટ્રેનો ચલાવવાની બાકી છે. આ તમામ ટ્રેનો ૩૧ ઓક્‍ટોબર સુધી ચાલશે, જે બેંગલુરુ, પટના, વાસ્‍કો-દ-ગામા, પુણે અને એર્નાકુલમ વચ્‍ચે દોડશે.

 જેમાં ટ્રેન નંબર ૧૬૫૧૬ કારવાર - યશવંતપુર એક્‍સ-ેસ ૧૧ જૂનથી કારવારથી ઉપડશે.ટ્રેન નંબર ૧૬૫૧૫ યશવંતપુર - કારવાર ૧૦ જૂનથી યશવંતપુર સુધી દોડાવવામાં આવી રહી છે.ટ્રેન નંબર ૧૬૫૯૬ કારવાર - KSR બેંગલુરુ ડેઇલી એક્‍સપ્રેસ ૧૦મી જૂનથી કારવારથી ચલાવવામાં આવે છે.ટ્રેન નંબર ૧૬૫૯૫ ધ્‍લ્‍ય્‍ બેંગલુરુ - કારવાર ડેઈલી એક્‍સપ્રેસ KSR બેંગલુરુથી ૧૦ જૂનથી ચલાવવામાં આવે છે.

 ઉપરાંત ટ્રેન નંબર ૧૨૭૪૨ પટના - વાસ્‍કો - દ ગામા સાપ્તાહિક સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ૧૧મી જૂનથી પટનાથી ઉપડશે.ટ્રેન નંબર ૧૨૭૪૧ વાસ્‍કો-દ-ગામા-પટના સાપ્તાહિક સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ૧૫મી જૂનથી વાસ્‍કો-દ-ગામાથી દોડશે.ટ્રેન નંબર ૧૧૦૯૭ પુણે-એર્નાકુલમ પૂર્ણા એક્‍સ-ેસ ૧૧ જૂનથી પુણેથી શરૂ થશે.ટ્રેન નંબર ૧૧૦૯૮ એર્નાકુલમ - પુણે પૂર્ણા એક્‍સ-ેસ ૧૩મી જૂનથી એર્નાકુલમથી મુસાફરી શરૂ કરશે.

(4:05 pm IST)