Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મા-બાપની હત્‍યા કરી લાશ સાથે ફલેટમાં બે દિવસ ગુજારનારા પુત્રની ધરપકડ

મુંબઇ,તા. ૧૧ : કલ્‍યાણ નજીક ટિટવાલમાં વૃધ્‍ધખ માતા, પિતાની ચાકૂથી હત્‍યા કરી બંનેની લાશ સાથે ફલેટમાં બે દિવસ ગુજારનારા યુવાનની પોલીસે ધરપકડ કરી છે. કૌટુબિંગ ઝઘડાથી આરોપી પુત્ર કંટાળી ગયો હોવાની શંકા છે.

ટિટવાલામાં પંચવટી ચોક ખાતે સાંઇ દર્પણ બિલ્‍ંિડગમાં અશોક ભોસલે (ઉવ.૭૦) તેની પત્‍ની વિજ્‍યા અને પુત્ર અનમોલ (ઉવ.૩૭) સાથે રહેતા હતા.

આરોપીએ બુધવારે ચાકૂથી ગળુચીરી અને ઉપરા ઉપરી ઘા ઝીંકી જન્‍મદાતા માતા,પિતાની હત્‍યા કરી હતી. તે બંનેની લાશ સાથે ફલેટમાં જ હતો. ગઇ કાલે સાંજે ફલેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. પોલીસે ઘટના સ્‍થળે જઇ તપાસ કરતા ફલેટમાં અશોક અને વિજ્‍યાની લાશ લોહીલુહાણ હાલતમાં મળી હતી. આરોપી  અનમોલ લાશ પાસે જ હતો.

(4:10 pm IST)