Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

બ્રિટની સ્‍પિયર્સે લગ્ન માટે પહેરેલું ગાઉન બનતા ૭૦૦ કલાક લાગ્‍યા હતા

લોસ એન્‍જલસ, તા.૧૧: પોપ સિંગર બ્રિટની સ્‍પિયર્સે એક સફેદ ગાઉન પહેરી ટ્રેઈનર અને મોડેલ સેમ અશ્‍ગરી સાથે ગુરૂવારે લોસ એન્‍જલસ ખાતે લગ્ન કર્યા હતા. લગ્નમાં પૂર્વ પતિએ વિક્ષેપ ઉભો કરવો પડ્‍યો, પોલીસ બોલાવી મામલો થાળે પાડવો પડ્‍યો એ વાત તો હવે બધાને ખબર છે પણ સ્‍પિયર્સના ગાઉનની ચર્ચા ચારેબાજુ થઇ રહી છે. બ્રિટની સ્‍પિયર્સે જે ગાઉન પહેર્યું હતું તે સેલેબ્રીટી અને ધનિકોની ફેવરીટ બ્રાંડ વર્સાચીએ બનાવ્‍યું હતું. ગાઉન સાથે સાટીનનું બનેલું નકાબ પણ તેણે પહેર્યું હતું. એટલું જ નહી પતીનો ટકસેડો સ્‍યુટ પણ આ જ કંપનીએ ડીઝાઇન કર્યો અને બનાવ્‍યો છે. સિંગરનું જે ગાઉન હતું તે વર્સાચીએ ખાસ ડીઝાઇન કરી બનાવ્‍યું છે અને તે એકમાત્ર પીસ છે. અગાઉ મેડોના, લેડી ગાગા અને સેલેના ગોમેઝ પણ વર્સાચીના બનાવેલા ગાઉન પહેરી ચુકયા છે. લગભગ ૭૦૦ કલાકની મહેનત પછી ૧૧૦ ગુટ લાંબા આ ગાઉન અને તેની ટ્રેન બની છે. ગાઉનમાં ઓફ સ્‍લીવ અને ઊંડી નેક્‍લાઈન છે. ગાઉનની અંદર જ વી શેપમાં સ્‍કર્ટ અને છાતી માટે બ્રા ફીટ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોપ સિંગરે ૬૨ કેરેટના હીરા જડિત નેકલેસ, ટેનીસ બ્રેસલેટ પણ પહેર્યા હતા. તેનો મેક અપ બ્રિટીશ મેકઅપ આર્ટીસ્‍ટ શેરોલેટ અને સોફિયા ટીલબરીએ કર્યો હતો

(4:20 pm IST)