Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મંકીપોક્સ વાયરસ હવાથી ફેલાઈ શકે છે :નિષ્ણાતોએ આપી માસ્ક પહેરવાની સલાહ

ઘણી જગ્યાએ મંકીપોક્સ લક્ષણોવાળા દર્દીઓ સાથે શારીરિક સંપર્ક અને તેમના કપડાં અને પથારીને સ્પર્શ કરવાથી થાય છે

નવી દિલ્હી : વિશ્વના લગભગ 29 દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, અત્યાર સુધીમાં મંકીપોક્સના 1000 થી વધુ કેસની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન, નિષ્ણાતોએ મંકીપોક્સ વાયરસ વિશે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે.

યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના નિષ્ણાતોએ જણાવ્યું કે, મંકીપોક્સ વાયરસ હવા દ્વારા પણ ફેલાય છે. નિષ્ણાતોના મતે, જો કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સતત રૂબરૂ સંપર્કમાં રહે છે, તો આ વાયરસ હવા દ્વારા ફેલાય છે. જોકે નિષ્ણાતો માને છે કે મંકીપોક્સ વાયરસ હવામાં વધુ અંતર સુધી મુસાફરી કરી શકતો નથી. નિષ્ણાતોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.

એક બ્રીફિંગ દરમિયાન, સીડીસીના વડા રોશેલ વેલેન્સકીએ જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ મંકીપોક્સ લક્ષણોવાળા દર્દીઓ સાથે શારીરિક સંપર્ક અને તેમના કપડાં અને પથારીને સ્પર્શ કરવાથી થાય છે, સીડીસીએ પ્રવાસીઓ અને લોકોને મંકીપોક્સથી પોતાને બચાવવા માટે માસ્ક પહેરવાની તેમજ મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિ સાથે સંપર્ક ટાળવા સલાહ આપી છે.

(10:15 pm IST)