Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સહારનપુર હિંસા મામલે 64 લોકોની ધરપકડ:અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ફેરવાયા

સહારનપુર હિંસા મામલે 64 લોકોની ધરપકડ:અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ફેરવાયા

યુપીના કેટલાક જિલ્લાઓમાં શુક્રવારની નમાજ બાદ થયેલી હિંસાના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 64 લોકોની ધરપકડ કરી છે. આ મામલામાં સહારનપુર પોલીસે પણ કડક કાર્યવાહી કરી છે. સહારનપુરના એસએસપી આકાશ તોમરે જણાવ્યું કે, શુક્રવારની નમાજ બાદ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 64 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, પોલીસે શહેરના મંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખટ્ટા ખેડી અને હબીબગઢના રહેવાસીઓ અબ્દુલ વકીફ અને મુઝમ્મિલના ઘરો પર બુલડોઝર ફેરવી દીધા છે.

પીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારની નમાજ બાદ રાજ્યના ઘણા જિલ્લાઓમાં થયેલી હિંસા અંગે સ્પષ્ટપણે કહ્યું હતું કે, કોઈ પણ દોષી પોલીસની કાર્યવાહીથી બચી શકશે નહીં. સાથે જ તેમણે કહ્યું છે કે, પોલીસ કાર્યવાહીનો શિકાર નિર્દોષ ન બને તેનું પણ ધ્યાન રાખવામાં આવે.

SSP આકાશ તોમરના જણાવ્યા અનુસાર, સહારનપુરમાં શુક્રવારની નમાજ બાદ થયેલી હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં 64 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ગેરકાયદેસર અતિક્રમણ અને બાંધકામો પર બુલડોઝરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે ઓળખાયેલા અબ્દુલ વકીફ અને મુઝમ્મિલના ઘરથી બુલડોઝરની કાર્યવાહી શરૂ થઈ હતી.

(10:21 pm IST)